દુર્ગમ
સંશોધનની અનેક દિશાઓ છે અને વિદ્યાર્થી ઓમાંથી કેટલાકે તો એ પસંદ કરવું પડે તેમ છે. જા બધા જ લોકો માત્ર વ્યાવસાયિક નિપુણતા તરફ ગતિ કરશે તો સંશોધન કોણ કરશે? ભારતનો દવા ઉદ્યોગ વિશ્વમાં ૩ જા નંબરનું સ્થાન ધરાવે છે. શું આપણે હંમેશા માટે મોંઘા ભાવની અઢળક દવાઓ આરોગતો સમાજ નિર્માણ કરવાનો છે? મનુષ્યની રોગ પ્રતિકારક શÂક્તઓ વધુ અને એને ઓછામાં ઓછી દવાઓ લેવી પડે એવી ઔષધિઓ પણ આપણે શોધવાની રહે છે. તમામ ક્ષેત્રોમાં સંશોધનની દિશાઓ ખુલ્લી છે અને પહેલા જેટલી સગવડ ન હતી તેટલી સ્કોલરશીપ અને સગવડ ઉપલબ્ધ બની છે ત્યારે નવ પેઢીના લોકોએ સંશોધનનો અભિગમ કેળવવો જાઈએ. તથા દુરના ભવિષ્યના સમાજના કલ્યાણ માટે આજથી કામ કરવાનું શરૂ કરવું જાઈએ. સંશોધન અને અધ્યાત્મ બન્ને કલ્યાણના લગભગ એક સરખા માર્ગો છે. બન્નેમાં પુણ્યનો જ ઓટલો અને પુણ્યનો જ રોટલો છે.
– ગિજુભાઈ ભરાડ