ટેસ્ટ ક્રિકેટના સિરીઝમાં શાનદાર ફોર્મમાં યશસ્વી જયસ્વાલે બેવડી સદી ફટકારી

Sports
Sports

ભારતીય ટીમના ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલે રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં શાનદાર બેટિંગ કરી હતી. તેણે આ મેચની બીજી ઇનિંગમાં બેવડી સદી ફટકારી હતી. આ ઇનિંગમાં તેણે વિસ્ફોટક બેટિંગ કરી અને 12 છગ્ગા ફટકારી આ સિરીઝમાં એક એવું કારનામું કર્યું છે જે ટેસ્ટ ક્રિકેટના 147 વર્ષના ઈતિહાસમાં કોઈ કરી શક્યું નથી. યશસ્વી જયસ્વાલે બેવડી સદીની સાથે-સાથે એક ટેસ્ટ શ્રેણીમાં 22 કે તેથી વધુ છગ્ગા ફટકારનારો પ્રથમ ખેલાડી બન્યો છે.

યશસ્વી જયસ્વાલ આ સિરીઝમાં શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે. તેણે સંપૂર્ણ આ ટેસ્ટ શ્રેણીમાં 22  સિક્સર ફટકારી છે. આ સાથે યશસ્વી જયસ્વાલ ક્રિકેટના ઈતિહાસમાં ટેસ્ટ શ્રેણીમાં 20 કે તેથી વધુ છગ્ગા મારનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે. તેણે આ રેકોર્ડમાં રોહિત શર્માને પણ પાછળ છોડી દીધો છે. રોહિત શર્માએ 2019માં દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીમાં 19 છગ્ગા ફટકાર્યા હતા.

ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધુ સિક્સર મારનારા બેટ્સમેન:

યશસ્વી જયસ્વાલ વિરુદ્ધ ઈંગ્લેન્ડ (2024)* – 22 છગ્ગા

રોહિત શર્મા વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા (2019) – 19 છગ્ગા

શિમરેન હેમિમીર વિ બાંગ્લાદેશ (2018) – 15 છગ્ગા

બેન સ્ટોક્સ વિ ઓસ્ટ્રેલિયા (2023) – 15 છગ્ગા


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.