
વિશ્વ વિમેન્સ બોક્સિંગમાં ભારતના મેડલ નિશ્ચિત થયા
ડિફેન્ડિંગ વિજેતા નિખત ઝરીન અને લવલીના બોર્ગોહેને ઘરઆંગણ ચાલી રહેલી મહિલા વિશ્વ બોક્સિંગ ચેમ્પિયનશિપની સેમિફાઈ- નલમાં પ્રવેશ મેળવતા મેડલ નિશ્ચિત કર્યા હતા.આ અગાઉ કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી નીતુ ઘંઘાસ અને સ્વીટી બૂરાએ ઘરઆંગણે ચાલી રહેલી વિશ્વ વિમેન્સ બોક્સિંગ ચેમ્પિયનશિપની સેમિફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો.આ સાથે ભારતના 4 મેડલ નિશ્ચિત થઈ ગયા હતા.જેમા નિખત ઝરીને 50 કિગ્રા વજન વર્ગમાં થાઈલેન્ડની ચુથામાત રક્સતને 5-2થી હરાવીને આગેકૂચ કરી હતી ત્યારે તે સેમિફાઈનલમાં કોલંબિયાના ઈન્ગ્રીટ વાલેન્સિયા સામે રમશે,જ્યારે લવલીનાએ 75 કિગ્રા વજન વર્ગમાં મોઝામ્બિકની રાડી ગ્રામાનેને 5-૦થી હરાવી હતી ત્યારે તે અંતિમ ચારમા ચીનની લી કિએન સામે રમશે.સાક્ષી ચૌધરીને 52 કિગ્રા વજન વર્ગની સ્પર્ધામાં ચીની વુ યુએ ૦-5થી હરાવી હતી. જ્યારે મનીષાનો ફ્રાન્સની એમીના ઝીદાની સામે 1-4થી પરાજય થયો હતો.જ્યારે બીજીતરફ જાસ્મીન લામ્બોરિયા કોલંબિયાની એગ્નીસ વાલ્ડેસ સામે ૦-5થી અને નુપુર શેઓરન કઝાખસ્તાનની લાઝાત કુન્ગેબાયેવા સામે 4-3થી હારી હતી.