
વર્લ્ડ વિમેન્સ બોક્સિંગમાં ભારતની બે બોક્સરોનો પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ થયો
વર્તમાનમાં ચાલી રહેલી વિશ્વ વિમેન્સ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતની વધુ બે બોક્સરોએ પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો.જેમાં ભારતની જાસ્મીન લામ્બોરિયા અને શશી ચોપરાએ વિજયી શુભારંભ કરતા રાઉન્ડ ઓફ 16માં પ્રવેશ મેળવ્યો હતો.ત્યારે શ્રુતિ યાદવને પ્રથમ મુકાબલામાં હારનો સામનો કરવો પડયો હતો.કોમનવેલ્થ મેડાલીસ્ટ જાસ્મીન લામ્બોરિયાએ 60 કિગ્રા વજન વર્ગમાં એકતરફી મુકાબલામાં તાન્ઝાનિયાની ન્યામ્બેગા એમ્બ્રોસ સામેના મુકાબલામાં જીત હાંસલ કરી હતી.જેમા જાસ્મીને 90 સેકન્ડમાં મુકાબલો જીતી લીધો હતો.આ અગાઉ નિખત ઝરીન અને પ્રીતિએ ભારતને આ પ્રકારે આરએસસી વિજય અપાવ્યા હતા.ત્યારે આગામી સમયમાં જાસ્મીનની ટક્કર તજાકિસ્તાનની સામાડોવા મિજ્ગોન સામે થશે.જ્યારે શશી ચોપરાએ 63 કિગ્રા વજન વર્ગમા કેન્યાની એમ્વાગી ટેરેસિયાને 5-૦થી પરાજીત કરતાં આગેકૂચ કરી હતી ત્યારે તે પ્રિ-ક્વાર્ટર ફાઈનલમા જાપાનની કિટો માઈ સામે રમશે.