
શ્રીલંકાએ વન ડે ઈતિહાસમા 400 મેચ જીતવાનો રેકોર્ડ સ્થાપ્યો
શ્રીલંકાએ અફઘાનિસ્તાન સામેની બીજી વન ડેમાં 132 રનથી વિજય મેળવ્યો હતો.ત્યારે આ જીતની સાથે શ્રીલંકાએ ત્રણ વન ડેની શ્રેણીમા 1-1થી બરોબરી મેળવી લીધી હતી.શ્રીલંકાએ આ સાથે તેના વન ડે ઈતિહાસમાં 400 મેચ જીતવાની સિદ્ધિ મેળવી હતી અને વિશ્વના પાંચમા દેશ તરીકે રેકોર્ડ બુકમાં સ્થાન મેળવ્યું હતુ.આ સિવાય ઓસ્ટ્રેલિયા 594,ભારત 539,પાકિસ્તાન 503 અને વિન્ડિઝ 411 વન ડે મેચમા વિજય મેળવી ચૂક્યા છે.જેમાં શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી.જેમાં દિમુથ કરૂણારત્નેએ 52 રન કર્યા હતા.આ સિવાય મેન્ડિસ અને સમરવિક્રમાએ ત્રીજી વિકેટમાં 88 રન જોડયા હતા.જેમાં શ્રીલંકાએ 6 વિકેટે 323નો સ્કોર કર્યો હતો. જેમાં અફઘાનિસ્તાન તરફથી ફરીદ-નાબીએ 2-2 વિકેટ મેળવી હતી.