રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના સ્ટાર બેટર વિરાટ કોહલીએ કોલકાતા નાઈટ રાઈડર્સની રિંકુ સિંહને તેનું વિલો બેટ ભેટમાં આપ્યું

Sports
Sports

બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં વિરાટની RCB અને રિંકુની ટીમ KKR વચ્ચે મેચ હતી. મેચ બાદ બંને ટીમના ખેલાડીઓ એકબીજાને મળ્યા હતા અને હાથ મિલાવ્યા હતા અને એકબીજાને અભિનંદન આપ્યા હતા.

રિંકુ RCB ડ્રેસિંગ રૂમમાં ગયો: મેચ બાદ રિંકુ સિંહ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના ડ્રેસિંગ રૂમમાં ગયો હતો. RCBએ X પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં વિરાટ કોહલીએ KKRના બેટર રિંકુ સિંહને પોતાનું બેટ ભેટમાં આપ્યું હતું અને બંનેએ એકબીજાને ગળે લગાવ્યા હતા.

કોહલીએ KKR સામે અડધી સદી ફટકારી: ગુરુવારે બેંગલુરુમાં KKR સામે પ્રથમ બેટિંગ કરતા RCBએ 20 ઓવરમાં 6 વિકેટે 182 રન બનાવ્યા હતા. ટીમ માટે વિરાટ કોહલીએ એકમાત્ર અડધી સદી ફટકારી હતી. કોહલીએ 59 બોલમાં 83 રનની ઇનિંગ રમી હતી. તેણે 4 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. કોહલીએ લીગમાં 52મી ફિફ્ટી ફટકારી હતી. જવાબમાં કોલકાતાએ 16.5 ઓવરમાં 3 વિકેટે 183 રનનો લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.