રવિચંદ્રન અશ્વિન ટેસ્ટમાં 500 વિકેટનો આંકડો પાર કરનાર બીજો ભારતીય ખેલાડી

Sports
Sports

રાજકોટમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમવામાં: આવી રહેલી ટેસ્ટ મેચમાં ભારતના સ્ટાર ઓફ સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિને ઈતિહાસ રચ્યો છે. આ મેચ દરમિયાન રવિચંદ્રન અશ્વિને પોતાની 500 વિકેટ પૂરી કરી લીધી છે. અશ્વિને મેચના બીજા દિવસે એટલે કે 16 ફેબ્રુઆરીએ જેક ક્રાઉલીને આઉટ કરીને આ ઐતિહાસિક સિદ્ધિ પ્રાપ્ત કરી છે. રવિચંદ્રન અશ્વિન ટેસ્ટમાં 500 વિકેટનો આંકડો પાર કરનાર બીજો ભારતીય ખેલાડી છે.

ક્રિકેટમાં 500 વિકેટ પૂરી કરનાર વિશ્વનો નવમો બોલર: અશ્વિન ટેસ્ટ ક્રિકેટમાં 500 વિકેટ પૂરી કરનાર વિશ્વનો નવમો બોલર છે. ઉપરાંત, તે 500 કે તેથી વધુ વિકેટ ઝડપનાર પાંચમો સ્પિનર ​​છે. ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ શ્રીલંકાના મુથૈયા મુરલીધરન (800)એ લીધી હતી. શેન વોર્ન (708) બીજા સ્થાને છે અને જેમ્સ એન્ડરસન (695*) હાલમાં ત્રીજા સ્થાને છે. અનિલ કુંબલે ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. કુંબલેએ 132 ટેસ્ટ મેચમાં 619 વિકેટ લીધી હતી. તેનું સર્વશ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન 10/74 હતું.

સૌથી વધુ ટેસ્ટ વિકેટ કોના નામે છે ?

મુથૈયા મુરલીધરન (શ્રીલંકા 1992-2010): 133 ટેસ્ટ – 800 વિકેટ

શેન વોર્ન (ઓસ્ટ્રેલિયા 1992-2007): 145 ટેસ્ટ – 708 વિકેટ

જેમ્સ એન્ડરસન (ઈંગ્લેન્ડ 2003-2023): 185* ટેસ્ટ – 696* વિકેટ

અનિલ કુંબલે (ભારત 1990-2008): 132 ટેસ્ટ – 619 વિકેટ

સ્ટુઅર્ટ બ્રોડ (ઇંગ્લેન્ડ 2007-2023): 167 ટેસ્ટ – 604 વિકેટ

ગ્લેન મેકગ્રા (ઓસ્ટ્રેલિયા 1993-2007): 124 ટેસ્ટ – 563 વિકેટ

કર્ટની વોલ્શ (વેસ્ટ ઈન્ડિઝ 1984-2001): 132 ટેસ્ટ – 519 વિકેટ

નાથન લિયોન (ઓસ્ટ્રેલિયા 2011-2023): 127* ટેસ્ટ – 517* વિકેટ

રવિચંદ્રન અશ્વિન (ભારત 2011-2023): 98* ટેસ્ટ – 500* વિકેટ


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.