સાઉથ આફ્રિકા સામેની પ્રથમ ટી-૨૦માં પાકિસ્તાનનો 3 રને વિજય

Sports
Sports

પાકિસ્તાન સામેની ટેસ્ટ શ્રેણી ૨-૦થી હાર્યા પછી સાઉથ આફ્રિકાએ પાકિસ્તાન સામેની પહેલી ટી-૨૦ પણ ગુમાવી હતી. પાકિસ્તાને મોહમ્મદ રિઝવાનની સદીની મદદથી ફટકારેલા ૬ વિકેટે ૧૬૯ રનના જવાબમાં સાઉથ આફ્રિકાની ટીમ ઓપનરોના સારા પ્રારંભ છતાં પણ 6 વિકેટે 166 રન કરતા તેનો 3 રને પરાજય થયો હતો. આ પહેલા પાકિસ્તાને ટોસ જીતીને બેટિંગમાં ઉતરવાનો નિર્ણય લેતા કેપ્ટન બાબર આઝમને એક રને જ ગુમાવતા તેને મોટો ઝાટકો લાગ્યો હતો. પણ વિકેટકીપર રિઝવાને બાજી સંભાળતા ૬૪ બોલમાં છ ચોગ્ગા અને સાત છગ્ગાની મદદથી તેની પહેલી આંતરરાષ્ટ્રીય ટી-૨૦ સદી ફટકારી હતી. તે ૧૦૪ રન કરી અણનમ રહ્યો હતો.

તેના જવાબમાં સાઉથ આફ્રિકાએ પહેલી વિકેટની ૫૩ રનની ભાગીદારીના સથવારે મજબૂત શરુઆત કરી હતી, પરંતુ તેના પછીના બેટ્સમેન ખાસ કરી શક્યા ન હતા. ઓપનર મેલને ૨૯ બોલમાં ૮ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી ૪૪ રન કર્યા હતા.

પાકિસ્તાન

રન બોલ 4 6

રિઝવાન અણનમ ૧૦૪ ૬૪ ૬ ૭

આઝમ (કેપ્ટન)રનઆઉટ ૦૦ ૦૧ ૦ ૦

હૈદર અલી કો. સ્નિમેન બો. ફેહલુકવાયો ૨૧ ૧૬ ૦ ૩

તલાટ સ્ટ. ક્લાસેન બો. શમ્સી ૧૫ ૧૧ ૨ ૦

એહમદ કો. હેન્ડ્રિક બો. ફોર્ટુઇન ૦૪ ૦૮ ૦ ૦

કે શાહ કો. ફોર્ટુઇન બો. સિપામ્લા ૧૨ ૧૨ ૦ ૧

અશરફ કો. મિલર બો.ફેહલુકવાયો ૦૪ ૦૫ ૦ ૦

નવાઝ અણનમ ૦૩ ૦૩ ૦ ૦

વધારાના બાય-૧, લેગબાય-૩,નોબાલ-૨ ૦૮

કુલ ૨૦ ઓવરમાં ૬ વિકેટે ૧૬૯

વિકેટ પડવાનો ક્રમઃ ૧-૧, ૨-૩૭, ૩-૬૯, ૪-૯૯, ૫-૧૩૪, ૬-૧૪૩

બોલિંગઃ ફોર્ટુઇન ૩-૦-૨૫-૧, પ્રિટોરિયસ ૨-૦-૧૩-૦, ફેહલુકવાયો ૪-૦-૩૩-૨, સિપામ્લા ૪-૦-૩૭-૧, સ્નિમેન ૧-૦-૧૨-૦, ડલા ૨-૦-૨૫-૦, શમ્સી ૪-૦-૨૦-૧.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.