ભારતીય ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન પોતાની ટેસ્ટ કારકિર્દીની 100મી મેચ ધર્મશાલામાં રમશે

Sports
Sports

અશ્વિન 100મી ટેસ્ટ રમનાર 14મો ભારતીય ખેલાડી બનશે:ટેસ્ટમાં 500 વિકેટ લેનારો બીજો ભારતીય; 92 વર્ષમાં 4 બોલર 100થી વધુ ટેસ્ટ રમી શક્યા

ભારતીય ઓફ સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિન પોતાની ટેસ્ટ કારકિર્દીની 100મી મેચ ધર્મશાલામાં રમશે. તે 100 ટેસ્ટ રમનાર ભારતનો 14મો ખેલાડી બનશે. આ સિદ્ધિ હાંસલ કરનાર તે વિશ્વનો 77મો ખેલાડી હશે. અશ્વિન ભારતના 92 વર્ષના ટેસ્ટ ઈતિહાસમાં 100 કે તેથી વધુ ટેસ્ટ રમનાર માત્ર પાંચમો બોલર હશે. તેમના પહેલાં અનિલ કુંબલે, કપિલ દેવ, ઈશાંત શર્મા અને હરભજન સિંહ આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે.

અશ્વિન ઉપરાંત ઇંગ્લેન્ડના જોની બેયરસ્ટોની પણ આ 100મી ટેસ્ટ મેચ હશે. તે 100 ટેસ્ટ રમનાર 17મો ઇંગ્લિશ પ્લેયર બનશે: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચ 7 માર્ચથી ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમમાં રમાશે. ભારત શ્રેણીમાં 3-1થી આગળ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.