ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની થઈ સફળતાપૂર્વક સર્જરી, નહિ રમી શકે IPL અને T20

Sports
Sports

ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની સર્જરી કરવામાં આવી હતી. તેમણે ટ્વિટર પર જણાવ્યું હતું કે પગની નીચે સ્નાયુની સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. તેમણે આશા વ્યક્ત કરી કે રિકવરી થવામાં થોડો સમય લાગશે અને તે શક્ય તેટલી વહેલી તકે સ્વસ્થ થઈ જશે. તે ઈજાના કારણે છેલ્લા કેટલાક મહિનાઓથી ટીમ ઈન્ડિયાથી દૂર છે. BCCIના સૂત્રોએ જણાવ્યું કે શમી આ વર્ષના IPL અને T20 વર્લ્ડ કપ માટે ઉપલબ્ધ રહેશે નહીં.

ઇજાગ્રસ્ત હોવા છતાં રમ્યો મેચ

શમીએ વર્લ્ડ કપની 7 મેચમાં 24 વિકેટ લઈને ભારત માટે શાનદાર પ્રદર્શન કર્યું, તે આ ટૂર્નામેન્ટમાં દર્દ હોવા છતાં રમ્યો. બોલિંગ કરતી વખતે તેને લેન્ડિંગમાં સમસ્યા થઈ રહી હતી. પરંતુ તેણે તેના પરફોર્મન્સ પર તેની અસર થવા ન દીધી. હાલમાં જ શમીને અર્જુન એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યો હતો. શમીએ એક દાયકાથી વધુની કારકિર્દીમાં 229 ટેસ્ટ, 195 વનડે અને 24 ટી-20 વિકેટ લીધી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.