
ભારતની પ્રથમ વનડે મેચમાં ઓસ્ટ્રેલિયા સામે જીત થઈ
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે શરૂ થયેલી ત્રણ વન-ડે સિરિઝની પ્રથમ મેચમાં ભારતનો 5 વિકેટે વિજય થયો છે.જેમાં કે.એલ.રાહુલે 75 રન અને રવિન્દ્ર જાડેજાના 45 રનની મદદથી ભારતે જીત મેળવી છે.આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટીંગ કરતા 35.4 ઓવરમાં 188 રન કર્યા હતા,ત્યારે તેના જવાબમાં ભારતે 39.5 ઓવરમાં 191 રન કરી જીત મેળવી છે.આ સાથે ભારતે સિરિઝમાં 1-0ની સરસાઈ મેળવી છે.જેમા ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ રન મિચેલ માર્શે 81 રન કર્યા હતા.જેમાં ભારત તરફથી મોહમદ સામીએ અને મોહમદ સિરાઝે 3-3 વિકેટ જ્યારે રવિન્દ્ર જાડેજાએ 2 વિકેટ તો હાર્દિક પંડ્યા અને કુલદીપ યાદવે 1-1 વિકેટ મેળવી હતી.ત્યારે બીજી વન-ડે આગામી 19 માર્ચે વિશાખાપટ્ટનમમાં રમાશે.ત્યારબાદ ત્રીજી વન-ડે આગામી 22 માર્ચે ચેન્નાઈ ખાતે રમાશે.ભારતીય ટીમ- શુભમન ગિલ,ઈશાન કિશન,વિરાટ કોહલી,સૂર્યકુમાર યાદવ,કે.એલ રાહુલ,હાર્દિક પંડ્યા (કેપ્ટન),રવિન્દ્ર જાડેજા,શાર્દુલ ઠાકુર,કુલદીપ યાદવ,મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજનો સમાવેશ કરવામાં આવ્યો હતો.જ્યારે ઓસ્ટ્રેલિયન ટીમમાં-ટ્રેવિસ હેડ,મિશેલ માર્શ,સ્ટીવ સ્મિથ (કેપ્ટન),માર્નસ લાબુશેન,જોશ ઈંગ્લિસ (વિકેટકીપર),કેમરોન ગ્રીન,ગ્લેન મેક્સવેલ,માર્કસ સ્ટોઈનિસ,સીન એબોટ, મિશેલ સ્ટાર્ક અને એડમ ઝમ્પાનો સમાવેશ કરવામાં આવ્યો.