IND vs ENG : ઇંગ્લેન્ડનો ખેલાડી ટેસ્ટ સીરીઝમાંથી બહાર, અચાનક ભારત છોડીને ઘરે પરત ફર્યો

Sports
Sports

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝની ચોથી મેચ 23 ફેબ્રુઆરી શુક્રવારથી રાંચીમાં શરૂ થઈ રહી છે. મેચની શરૂઆત પહેલા જ બેન સ્ટોક્સની કપ્તાનીવાળી ઈંગ્લેન્ડની ટીમને ફટકો પડ્યો છે કારણ કે તેનો યુવા સ્પિનર રેહાન અહેમદ ટેસ્ટ સીરીઝમાંથી બહાર થઈ ગયો છે. ટેસ્ટ શ્રેણીની ત્રણેય મેચ રમનાર લેગ સ્પિનર રેહાન રાંચી ટેસ્ટ પહેલા અચાનક ટીમ છોડીને પોતાના દેશ બ્રિટન પરત ફરી રહ્યો છે. અહેવાલો અનુસાર, રેહાન એક મહત્વપૂર્ણ પારિવારિક બાબતને કારણે શુક્રવારે ભારતથી પરત ફરી રહ્યો છે.

રાંચી ટેસ્ટ મેચમાં ટોસ બાદ રેહાન અહેમદ ટેસ્ટ સીરીઝમાંથી બહાર હોવાના સમાચાર આવ્યા હતા.મેચના એક દિવસ પહેલા ઈંગ્લેન્ડે પોતાની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી હતી, જેમાં રેહાનને જગ્યા મળી નથી. આ પહેલા તે ત્રણેય મેચમાં રમી ચૂક્યો હતો પરંતુ કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો નહોતો. ઈએસપીએન-ક્રિકઈન્ફોના અહેવાલ મુજબ, પ્લેઈંગ ઈલેવનની જાહેરાત થયા બાદ જ રેહાનના પરિવારની સામે એવી સ્થિતિ ઉભી થઈ કે સ્પિનરને ઘરે પરત ફરવું પડ્યું.

ઈંગ્લિશ મીડિયાના હવાલાથી મળેલા સમાચાર મુજબ રેહાન અહેમદ પારિવારિક કારણોસર આ ટેસ્ટ અને શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે અને તે પોતાના ઘરે એટલે કે બ્રિટન પરત ફરી રહ્યો છે. બીબીસીના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે પરિવારમાં કોઈ તાકીદની બાબતને કારણે 19 વર્ષીય લેગ સ્પિનરને ઘરે પરત ફરવું પડ્યું છે અને તે ધર્મશાલામાં યોજાનારી શ્રેણીની છેલ્લી મેચ માટે પણ પરત નહીં ફરે.

આ સિરીઝમાં રેહાન અહેમદનું પ્રદર્શન કંઈ ખાસ નહોતું. પ્રથમ વખત ભારતની મુલાકાતે આવેલા આ બિનઅનુભવી લેગ સ્પિનરે 3 મેચમાં માત્ર 11 વિકેટ લીધી હતી. તેમાંથી તેણે વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં 6 વિકેટ ઝડપી હતી. જો કે, તેણે ચોક્કસપણે નીચલા ક્રમમાં ઇંગ્લેન્ડ માટે કેટલીક નાની પરંતુ મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમી હતી.

રાંચી ટેસ્ટની વાત કરીએ તો આ મેચમાં ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવનમાં 2 ફેરફાર છે. ફાસ્ટ બોલર માર્ક વુડ અને સ્પિનર રેહાન અહેમદની જગ્યાએ ઓલી રોબિન્સન અને શોએબ બશીરને તક મળી છે. ટીમ ઈન્ડિયામાં એક જ ફેરફાર કરવામાં આવ્યો છે. જસપ્રીત બુમરાહને આરામ આપવામાં આવ્યો છે અને તેના સ્થાને બંગાળના ફાસ્ટ બોલર આકાશ દીપને ડેબ્યૂ કરવાની તક મળી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.