સૂર્યાની કપ્તાની, સ્પિનરોની પાયમાલી અને રિંકુની નીડર શૈલી… આ રીતે ભારતે ઓસ્ટ્રેલિયાને T20 સીરીઝમાં હરાવ્યું

Sports
Sports

સૂર્યકુમાર યાદવને પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય સ્તરે કેપ્ટનશીપ આપવામાં આવી હતી અને T20 સિરીઝ જીતીને તેણે સાબિત કરી દીધું છે કે તે માત્ર નંબર 1 T20 બેટ્સમેન નથી પણ જ્યારે તક મળે છે ત્યારે તે એક શાનદાર કેપ્ટન પણ છે. ટીમ ઈન્ડિયાએ 1 ડિસેમ્બરે રાયપુરમાં રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાને 20 રને હરાવીને સીરીઝ જીતી હતી.

ટીમ ઈન્ડિયાએ આ મેચ માટે ચાર ફેરફાર કર્યા છે. પ્લેઇંગ-11માં મુકેશ કુમાર, શ્રેયસ અય્યર, જીતેશ શર્મા અને દીપક ચાહરને સ્થાન મળ્યું છે. જ્યારે ઈશાન કિશન, અર્શદીપ સિંહ, તિલક વર્મા અને પ્રસિદ્ધ કૃષ્ણ ટીમની બહાર રહ્યા હતા.

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાની શરૂઆત શાનદાર રહી હતી. યશસ્વી જયસ્વાલ અને ઋતુરાજ ગાયકવાડએ 6 ઓવરમાં 50 રન બનાવ્યા. યશસ્વીએ આઉટ થતા પહેલા 28 બોલમાં 37 રન બનાવ્યા હતા. યશસ્વીના આઉટ થયા બાદ ભારતે શ્રેયસ અય્યર અને કેપ્ટન સૂર્યકુમાર યાદવની વિકેટ સસ્તામાં ગુમાવી દીધી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.