![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/11/SUBHAM.png)
ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલ, ટીમે સોશિયલ મીડિયા પર આપી માહિતી, હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સમાં જોડાયો
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ટીમ ગુજરાત ટાઇટન્સ (GT) ની કેપ્ટનશીપ શુભમન ગિલ કરશે. ફ્રેન્ચાઇઝીએ સોમવારે આની જાહેરાત કરી હતી. આ ફેરફાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના ટીમ છોડવાના કારણે થયો છે.
હાર્દિક આગામી સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI) તરફથી રમતા જોવા મળશે. MI એ પણ આજે સોશિયલ મીડિયા પર તેની સત્તાવાર જાહેરાત કરી હતી. દરમિયાન, MIએ કેમેરોન ગ્રીનને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) માં સામેલ કર્યો છે.
ગિલ IPL 2023માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. ગિલે 7 મેચમાં 59.33ની એવરેજથી 890 રન બનાવ્યા હતા. 24 વર્ષીય ગિલે વર્ષ 2018માં IPLમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે અત્યાર સુધી 91 મેચમાં કુલ 2790 રન બનાવ્યા છે.
Tags india Rakhewal SUBHAM GILL