ટીમ ઈન્ડિયાનો તરખાટ ત્રીજી ટેસ્ટમાં રેકોર્ડ ઈંગ્લેન્ડે સંપૂર્ણ રીતે આત્મસમર્પણ કર્યું

Sports
Sports

ટીમ ઈન્ડિયાએ રાજકોટ ટેસ્ટમાં રેકોર્ડ 434 રનથી જીત મેળવી:  557 રનના ટાર્ગેટ સામે ઇંગ્લેન્ડની ટીમ ચોથી ઇનિંગમાં માત્ર 122 રન જ બનાવી શકી હતી. રવીન્દ્ર જાડેજાએ માર્ક વુડને કેચ આઉટ કરાવ્યો, આ સાથે જ ટીમ ઓલઆઉટ થઈ ગઈ. લોકલ બોય રવીન્દ્ર જાડેજાએ 5 વિકેટ લીધી હતી. ટીમ ઈન્ડિયાએ બેઝબોલ બેન્ડ વગાડી દીધો છે. રાજકોટ ટેસ્ટમાં ચોથા દિવસે જીત નોંધાવીને ટીમ ઈન્ડિયાએ આ શ્રેણીમાં 2-1ની સરસાઈ મેળવી લીધી છે. આ ટેસ્ટ મેચમાં ભારત માટે યશસ્વી જયસ્વાલ હીરો હતો, જેણે શાનદાર બેવડી સદી ફટકારી હતી. બોલિંગમાં રવિન્દ્ર જાડેજાની જોરદાર બોલિંગે ઈંગ્લેન્ડનું કામ પૂર્ણ કર્યું હતું.

રનના માર્જિનથી ટીમ ઈન્ડિયાની આ સૌથી મોટી જીત: આ પહેલા 2021માં મુંબઈના વાનખેડે મેદાન પર ટીમે ન્યૂઝીલેન્ડને 372 રનથી હરાવ્યું હતું. ભારત તરફથી બીજા દાવમાં યશસ્વી જયસ્વાલે 214 રન અને શુભમન ગિલે 91 રન બનાવ્યા હતા. પ્રથમ દાવમાં રોહિત શર્માએ 131 રન અને રવીન્દ્ર જાડેજાએ 112 રન બનાવ્યા હતા. સરફરાઝ ખાને બંને ઇનિંગ્સમાં અડધી સદી ફટકારી હતી. પહેલી ઇનિંગમાં બોલિંગમાં મોહમ્મદ સિરાજે 4 વિકેટ ઝડપી હતી.

ઇંગ્લેન્ડ તરફથી બેન ડકેટે પ્રથમ દાવમાં: 153 રન બનાવ્યા હતા. તેના સિવાય અન્ય કોઈ ખેલાડી બંને ઇનિંગ્સમાં ફિફ્ટી ફટકારી શક્યો નહોતો. નિરંજન શાહ સ્ટેડિયમમાં પ્રથમ દાવમાં ભારતે 445 રન અને ઇંગ્લેન્ડે 319 રન બનાવ્યા હતા. ભારતે બીજો દાવ 430 રને ડિકલેર કર્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.