ક્રિકેટ જગત: બાંગ્લાદેશે ઐતિહાસિક જીત મેળવી

Sports
Sports

ન્યૂઝીલેન્ડને પ્રથમ વખત ઘણ આંગણે હરાવીને બાંગ્લાદેશે ઇતિહાસ રચી દીધો છે. બાંગ્લાદેશે પ્રથમ ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડને 150 રને હાર આપી છે. નઝમુલ શાંતોની કપ્તાનીમાં બાંગ્લાદેશે ન્યૂઝીલેન્ડને પ્રથમ વખત ઘરઆંગણે હરાવ્યું છે. આ ઐતિહાસિક જીતમાં સ્પિનર તેંજુલ ઈસ્લામે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે મેચની બંને ઇનિંગ્સમાં 10 વિકેટ ઝડપી હતી. તેને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.

તૈજુલ ઈસ્લામે 10 વિકેટ લીધી 

આ મેચ માટે બાંગ્લાદેશના લેફ્ટ આર્મ સ્પિનર ​​તૈજુલ ઈસ્લામને ‘પ્લેયર ઓફ ધ મેચ’ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. તેણે મેચની પ્રથમ ઇનિંગમાં ચાર અને બીજી ઇનિંગમાં છ વિકેટ ઝડપી હતી. તૈજુલ ઉપરાંત મોમિનુલ હક અને નઈમ હસને 3-3 વિકેટ લીધી હતી. શરીફુલ ઇસ્લામ અને મેહદી હસન મિરાજને પણ 2-2 વિકેટ મળી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.