વિમેન્સ પ્રીમિયર લીગ 2024ની ફાઇનલ મેચ ડીસી અને આરસીબી બંને ટીમો પાસે પ્રથમ ટાઈટલ જીતવાની તક

Sports
Sports

વિમેન્સ પ્રીમિયર લીગ 2024ની ફાઇનલ મેચ આજે એટલે કે 17 માર્ચે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. આ મેચ દ્વારા WPLને નવો ચેમ્પિયન મળશે.  ગત સિઝનની વિજેતા મુંબઈ ઈન્ડિયન્સ આ વખતે ફાઇનલમાં પહોંચી ન હતી, તેથી ડીસી અને આરસીબી બંને ટીમો પાસે પ્રથમ ટાઈટલ જીતવાની તક છે. આ સાથે દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સની ટીમ IPL 2024 પહેલા WPL 2024માં પહેલું ટાઈટલ જીતીને ઈતિહાસ રચી શકે છે. દિલ્હી અને બેંગ્લોરનું નામ IPLની પસંદગીની ફ્રેન્ચાઇઝીની યાદીમાં સામેલ છે જેણે આજ સુધી એકપણ ટાઇટલ જીત્યું નથી.

આઈપીએલના ઈતિહાસમાં દિલ્હી કેપિટલ્સ ટીમ હજુ સુધી એક પણ ટાઈટલ જીતી શકી નથી: ટીમ છેલ્લી 16 સીઝનમાં માત્ર 6 વખત પ્લેઓફમાં પહોંચવામાં સફળ રહી છે, જેમાંથી ટીમ માત્ર એક જ વખત ફાઈનલ રમી શકી છે. આઈપીએલ 2020માં દિલ્હી કેપિટલ્સ રનર્સઅપ રહી હતી.રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની વાત કરીએ તો આ ચાહકોની ફેવરિટ ટીમ 8 વખત પ્લેઓફમાં પહોંચી હતી જેમાં RCB 3 વખત ફાઈનલ રમી હતી. RCB આ ત્રણેય વખત રનર્સઅપ રહી હતી. બેંગ્લોર સૌપ્રથમ 2009માં ફાઇનલમાં પહોંચ્યું હતું, જ્યાં તેઓ ડેક્કન ચાર્જર્સ દ્વારા પરાજય પામ્યા હતા, 2011ની ફાઇનલમાં તેઓ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે હારી ગયા હતા.

છેલ્લી વખત RCB 2016માં ફાઇનલમાં પહોંચ્યું હતું જ્યાં તેઓ સનરાઇઝર્સ હૈદરાબાદ દ્વારા પરાજય પામ્યા હતા.WPL 2024માં દિલ્હી કેપિટલ્સનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. ટીમે ગ્રુપ સ્ટેજની 8 મેચમાંથી 6 મેચ જીતીને સીધી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. DC WPL 2024 પોઈન્ટ ટેબલમાં 12 પોઈન્ટ સાથે ટોચ પર છે. જ્યારે RCB ત્રીજા સ્થાને રહીને પ્લેઓફ માટે ક્વોલિફાય થયું હતું. WPL 2024માં દિલ્હી અને બેંગ્લોર બે વાર ટકરાયા છે અને બંને પ્રસંગોએ DC જીત્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.