તલોદના હરસોલ આઉટ પોસ્ટ વિસ્તારમાં સાબરમતી ગેસ પાઈપલાઈનમાં આગ લાગવાને લઈને બંને તરફના વાહનો રોકી દીધાં

સાબરકાંઠા
સાબરકાંઠા

તલોદના હરસોલ આઉટ પોસ્ટ વિસ્તારમાં બુધવારે સવારના સમયે ગંભીરપુરા ગામના ખેતર નજીક સાબરમતી ગેસ પાઈપલાઈનમાં આગ લાગી હતી. જેને લઈને સાબરમતી ગેસ કંપનીવાળાને જાણ કરતા સ્થળ પર પહોંચ્યા હતા અને વાલ બંધ કરીને કાર્યવાહી કરી હતી.

બીજી તરફ તલોદ ફાયર વિભાગને જાણ કરતા સ્થળ પર પહોચ્યું હતું અને પાણીનો મારો ચલાવી આગ બુઝાવી દીધી હતી. જોકે આગ લાગવાના બનાવને લઈને રોડ બંને તરફ ટ્રાફિક રોકાઈ ગયો હતો. આગ બુઝાવ્યા બાદ ટ્રાફિક પૂર્વવત થયો હતો.

આ અંગે તલોદ પોલીસ સ્ટેશનના PSI એન.આર.ઉમટે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે, બુધવારે સવારે તલોદના હરસોલ રોડ પર રોડ સાઈડે સાબરમતી ગેસની પાઈપ લાઈનમાં આગ લાગી હતી. જેને લઈને ફાયર વિભાગે ઘટના સ્થળે પહોચી આગ બુઝાવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.