સાબરકાંઠામાં જિલ્લાના 5 તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો : ખેડૂતોની ચિંતામાં વધારો

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લામાં પાંચ દિવસ બાદ ફરીવાર આજે વહેલી સવારે 8માંથી 5 તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો છે. ત્યારે કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે.આ અંગેની વિગત એવી છે કે, સાબરકાંઠા જિલ્લામાં પાંચ દિવસ પહેલા માવઠું થયું હતું અને 24 કલાકમાં 21મીમીથી 42 મીમી કમોસમી વરસાદ નોંધાયો હતો. ત્યારે આજે ફરીવાર રવિવારે વહેલી સવારે 4થી 6ના બે કલાકમાં 8માંથી 5 તાલુકામાં 2 મીમીથી 10 મીમી સુધી કમોસમી વરસાદ નોંધાયો હતો.રવિવારે વહેલી સવારથી પવન સાથે ધીમીધારે કમોસમી વરસાદ હિંમતનગર અને આસપાસના રૂપાલ, ગાંભોઈ, કેશરપુરા, મોહનપુર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં, પ્રાંતિજ તાલુકાના ગ્રામ્ય વિસ્તાર અને વડાલીમાં શરૂ થયો હતો. ક્યાંક ધીમીધારે તો ક્યાંક છાંટા પણ પડ્યા હતા.


રાજ્ય સરકારના આદેશને લઈને કમોસમી વરસાદથી થયેલા પાકને નુકશાનીનો સર્વે ખેતીવાડી વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યો છે. ત્યારે કમોસમી વરસાદ ફરીવાર વરસતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.શિયાળામાં કમોસમી વરસાદ વરસવાને લઈને જનજીવન પર પણ અસર થઇ છે. તો વરસાદને લઈને આકાશ વાદળોથી ઘેરાયું છે. ઠંડીની અસર પણ જોવા મળી છે. ત્યારે હાલમાં લગ્ન સીઝન પણ ચાલી રહી છે. ત્યારે લગનીયાના ઘરે અને ખેડૂતોમાં ચિંતા વધી છે.સાબરકાંઠા જિલ્લામાં રવિવારે વહેલી સવારે 4થી 6 દરમિયાન ખેડબ્રહ્મા 02 મીમી, વડાલી 02 મીમી, ઇડર 02 મીમી, હિંમતનગર 04 મીમી, તલોદ 10 મીમી કમોસમી વરસાદ નોંધાયો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.