હિંમતનગરના મોતીપુરાથી ચોરાયેલા સેન્ટીંગ પ્લેટો ભરેલી લોડીંગ રીક્ષા સાથે બે ઝડપાયા

સાબરકાંઠા
સાબરકાંઠા

હિંમતનગરના મોતીપુરા વિસ્તારની સોસાયટીમાં નવીન બનતા મકાનમાંથી ત્રણ દિવસ પહેલા સેન્ટીંગની પ્લેટ અને ટેકા ચોરી કરનારા લોડીંગ રીક્ષામાં વેચવા જતા બે જણાને બી ડીવીઝન પોલીસ ભોલેશ્વર નજીકથી ઝડપી લઈને એ ડીવીઝન પોલીસને મુદ્દામાલ સાથે સોપ્યા હતા.

આ અંગેની વિગત એવી છે કે હિંમતનગરના મોતીપુરા વિસ્તારની શિવમ સોસાયટીમાં નવીન બનતા મકાનમાંથી ત્રણ દિવસ પહેલા રાત્રીના સમયે બેડરૂમનો પતરાનો દરવાજો તોડી સેન્ટીંગની પ્લેટ નંગ 65 રૂ. 32500 તથા ટેકા વાલ પ્લેટ નંગ 25 રૂ.2500 મળી રૂ.35,000 હજારના સામાનની ચોરી નવા બળવંતપુરાના દીપકસિંહ વનેસિંહ રાઠોડે ફરિયાદ નોંધાવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.