
મોડાસામાં સ્ટેટ મોનિટરિંગ સેલે 1.91 લાખના દારૂ સાથે બે શખ્સોને પકડી લીધા
મોડાસામાં શામળાજી રોડ ઉપર પેટ્રોલપંપ પાસે વિદેશી દારૂ ભરીને પસાર થઈ રહેલી ગાડીનો ફિલ્મી ઢબે પીછો કરી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમની ગાડી અને વિદેશી દારૂ ભરેલી ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલે રૂ.1.91 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે રાજસ્થાનના ચાલક સહિત બે શખ્સોને ઝડપી લીધા હતા.
સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઇ એન.એચ. કુંભાર. 1.91 લાખનો વિદેશી દારૂ, મોબાઈલ અને વિદેશી દારૂ ભરેલી ગાડી સહિત કુલ રૂ.7,99,630 નો મુદ્દા માલ કબજે લઈને વિદેશી દારૂ ભરી આપનાર અને મંગાવનાર વિરુદ્ધ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો.
ઝડપાયેલ આરોપીઓ
કૌશલ જગમાલ અસારી (26) રહે. સુંડાવાળા તા. બીછીવાડા જિ.ડુંગરપુર રાજસ્થાનનો ચાલક અને મહેશ વિશ્રામ ડોડીયાર (27) રહે કડિયા નાલા તા. નયાગાવ જિ.ઉદેપુર
વોન્ટેડ આરોપીઓ
રાજુભાઈ રહે. મંગલવાડ ઉદેપુર વિદેશી દારૂ ભરી આપનાર, નરસિંહભાઈ અરજણભાઈ મારવાડી રહે. આમલીયારા નાગરિક બેંક બાયડ પાસે દારૂ મંગાવનાર