ખેરોજમાં ઘરની દીવાલમાં બાકોરું પાડી પિત્તળની 16 થાળીની ચોરી

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના ખેરોજમાં 4 દિવસ પહેલા રાત્રીના સમયે અજાણ્યા ચોરે ઘરની દીવાલમાં બાકોરું પાડી પિત્તળની 11 થાળી સહીત ઘરવખરીનો સરસામાન ચોરી થઇ જતા ખેરોજ પોલીસ સ્ટેશનમાં માના ગલાભાઈ ભામ્ભીએ ફરિયાદ નોધાવી છે.

આ અંગેની વિગત એવી છે કે ખેરોજના ભાંભીવાસમાં રહેતા માનાભાઈ ગલાભાઈના મકાનમાં 8 માર્ચની રાત્રીના સમયે તસ્કરોએ જુના ઘરની ઉત્તર બાજુની સાઈડની દીવાલમાં બાકોરું પાડી અંદર પ્રવેશ કરી ઘરમાં મુકેલા તાંબાના બેડા નંગ ૩, પિત્તળનું બેડું નંગ 1, પિત્તળની થાળી નંગ 11, 5 જોડી કપડા, કાંસાના વાસણ નંગ 4, કુહાડો નંગ 1, સીંગલ ફેન પંખો નંગ 1 મળી રૂ.7200 ની મત્તાની ચોરી કરી લઇ જતા ખેરોજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે .


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.