સાબરકાંઠા LCBએ સિમેન્ટ મિક્ષ કરવાના મીક્ષરમાં લઈ જવાતો દારૂ ઝડપ્યો

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા LCB હિંમતનગરના હાથરોલ ગામ નજીકથી ગઈકાલે રાત્રે પીછો કરીને સિમેન્ટનું ટ્રેલરને પોલીસે ઝડપી લઈ તેમાંથી રૂ.9.76 લાખની 222 વિદેશી દારૂની પેટીઓ સાથે 19.78 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. ઝડપાયેલા એક શખ્સ સહિત છ સામે ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં LCBએ ગુનો નોંધ્યો હતો.

બાતમી આધારે LCB સ્ટાફે રાત્રે રાજસ્થાનથી દારૂ ભરીને એક શખ્સ સિમેન્ટનું ટ્રેલર બલગર(કપચી, રેતી અને સિમેન્ટ મીક્ષ કરવાનું મશીન) ગાડીમાં ભરીને શામળાજી તરફથી અમદાવાદ જઈ રહ્યો હતો. LCBએ તેને રોકવાની કોશિષ કરી હતી, પરંતુ ચાલક બલગરને લઈ રણાસણ થઈ હાથરોલ તરફ જતો રહ્યો હતો. LCBએ તેનો પીછો કરી બલગર સાથે ગોવિંદ પુનાજી મીણા (રહે.જીલ ઉદેપુર,તા.ઋષભદેવ,પોસ્ટ કલ્યાણપુર)ને ઝડપી લીધો હતો. પોલીસે બલગરમાં તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂની રૂ.9.76 લાખથી 222 પેટી મળી આવી હતી. જે અંગે પુછપરછ કરતાં ગોવિંદ મીણાએ સંતોષકારક જવાબ ન આપતાં પોલીસે તેની ઝડતી લઈ મોબાઈલ તથા અંદાજે રૂ.2900 રોકડ કબ્જે લીધા હતા. બલગર સાથે ઝડપાયેલા ગોવિદ સામે અરવલ્લીના મેઘરજ પોલીસ સ્ટેશનમાં, અમદાવાદના બગોદર પોલીસ સ્ટેશનમાં બે અને રાજકોટ જિલ્લાના પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલો હોવાનું ખુલ્યું હતું.

આ અંગે ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં બલગર અને પાસ પરમીટ વિનાના દારૂના જથ્થાની હેરાફેરી કરવા બદલ પકડાયેલા ગોવિંદ મીણા, સુનિલ મોતીલાલ દરજી, ભરત ઉર્ફે ભુરાજી ડાંગી, ધર્મુભાઈ તેમનો મિત્ર અને દારૂ મંગાવનાર વિરૂદ્ધ LCBએ બુધવારે ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.