સાબરકાંઠા ભાજપ મહિલા મોરચા દ્વારા ચાય પે ચર્ચા કાર્યક્રમ યોજાયો

સાબરકાંઠા
સાબરકાંઠા

હિંમતનગરમાં તાલુકા પંચાયત કચેરીના સભાખંડમાં શક્તિ વંદન મહિલા સ્વયં સહાયતા સમૂહ અને એનજીઓ સંપર્ક અભિયાન અંતર્ગત સાબરકાંઠા ભાજપ મહિલા મોરચા દ્વારા ચાય પે ચર્ચા કાર્યક્રમ યોજાયો હતો.આ ચાય પે ચર્ચા કાર્યક્રમમાં અધ્યક્ષ પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ કૌશલ્યાકુંવરબા પરમારે રાજ્ય અને કેન્દ્ર સરકારની એનજીઓને મળતા લાભ કાર્યક્રમ વિશે વિસ્તૃત ચર્ચા કરી જાણકારી આપી હતી અને ગુજરાતની ભુપેન્દ્ર પટેલની સરકાર અને કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની ડબલ એન્જિનની સરકાર તમામ વર્ગને ધ્યાનમાં રાખી છેવાડાના માનવી માટે અનેક યોજનાઓ થકી લાભ મળે છે.કૌશલ્યાકુંવરબાએ વધુમાં જણાવેલ કે, મહિલાઓ પણ હવે એનજીઓમાં કામ કરી અનેક મહિલાઓને રોજગારી પૂરી પાડે છે તે આનંદની વાત છે. નરેન્દ્રભાઈએ પણ મહિલાઓની સુરક્ષા માટે અનેક પગલાં ભર્યા છે. જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ નીલાબેન પટેલે સ્વાગત પ્રવચન કરી મહિલા મોરચા દ્વારા વિવિધ કામો કરવામાં આવે છે તેની જાણકારી આપવામાં આવી હતી.


આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ ભૂમિકા પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય લીના નીનામા, રેખા ઝાલા, સોનલ સોલંકી, મહિલા મોરચાના જિલ્લા ઉપપ્રમુખ નિર્મળા પંચાલ, તાલુકા પ્રમુખ ભાવના પંડ્યા, અરુણા કડિયા, અર્ચના ભટ્ટ સહિત જિલ્લામાંથી વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ હાજર રહ્યાં હતા. કાર્યક્રમનું સંચાલન જિલ્લા મહિલા મોરચાના મહામંત્રી કાજલ દોશી અને લીના વ્યાસે કરેલ. આ પ્રસંગે હંસાબેન પિત્રોડા, જીજ્ઞાબેન સોની, સુરેશ પટેલ રૂપાજી પ્રજાપતિ વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા.સાબરકાંઠા જિલ્લાના ઇડર ખાતે આવેલ પાવાપુરી જલ મંદિર ખાતે ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસ સમિતિ દ્વારા સાબરકાંઠા સંસદીય મત ક્ષેત્રની એક દિવસ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહજી ચુડાસમા, પાર્થિવ ઝાલા, ઋતુરાજસિંહ ચુડાસમા તેમજ સમગ્ર પ્રદેશ યુવક કોંગ્રેસની ટીમ, તથા ગુજરાત કોંગ્રેસના મહામંત્રી તેમજ સાબરકાંઠા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી રાજેન્દ્રસિંહ કુંપાવત, રામ સોલંકી, મુકેશ પરમાર, ઇડર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રામજી ઠાકોર, ખેડબ્રહ્મા તાલુકા કોંગ્રેસના પ્રમુખ ભમરશિંહ ચંદાવત, જિલ્લા એસ.સી.સેલના પ્રમુખ હર્ષદ મકવાણા, સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી પ્રકાશ ઉપાધ્યાય, શૈલેષ પંડ્યા, જિલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખ શૂરવીરસિંહ રાવોલ ઉપસ્થિત રહ્યા હતા.એક દિવસીય તાલીમ શિબિરની શરૂઆત શરૂઆતમાં સૌથી પહેલા ધ્વજવંદન ગુજરાત યુવક કોંગ્રેસના પ્રમુખના હસ્તે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સભ્યોને કોંગ્રેસ પક્ષમાં શા માટે જોડાવું જોઈએ. આ પક્ષે આઝાદીની લડાઈમાં શું ભૂમિકા ભજવી છે. કેટલા લોકોએ બલિદાન આપ્યા છે તે બાબતે વિસ્તૃત ચર્ચા અને પ્રેઝન્ટેશન પાર્થિવ ઝાલા દ્વારા કરવામાં આવ્યું હતું. ભારત જોડો ન્યાય યાત્રા વિષે પણ જાણકારી આપી હતી. ત્યારબાદ બપોરના સેશનમાં ચૂંટણી લડવાની રીત અને કયા કયા મુદ્દા, બુથ મેનેજમેન્ટ, સોશિયલ મીડિયાનો ઉપયોગ વગેરે મુદ્દાઓ ઉપર વિસ્તૃત ચર્ચા રાજેન્દ્રસિંહ કુંપાવતએ કરી હતી. સમગ્ર કાર્યક્રમને આભાર વિધિ સુરવીરસિંહએ કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.