મોદીની જ્ઞાતિ વિશે કરેલા નિવેદનને લઈને હિંમતનગર અને ઇડરમાં વિરોધ પ્રદર્શન

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર અને ઇડરમાં સાંજે નરેન્દ્ર મોદીની OBC જ્ઞાતિ વિશે કરેલા રાહુલ ગાંધીએ કરેલા નિવેદનને લઈને ભાજપ દ્વારા રાહુલ ગાંધીનું પુતળા દહન કરી સુત્રોચ્ચાર કર્યા હતા.

હિંમતનગરના મહાવીરનગર ચાર રસ્તે: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની OBC જ્ઞાતિ વિશે નિવેદન કરનાર કોંગ્રેસના રાહુલ ગાંધીના પૂતળા દહનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભાજપના કાર્યકર્તાઓએ રાહુલ ગાંધીના પૂતળાનું દહન કરી સુત્રોચ્ચાર કરીને વિરોધ વ્યકત કર્યો હતો. બીજી તરફ ઈડર બક્ષીપંચ મોરચા દ્વારા ત્રિરંગા સર્કલ ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્રમોદીની OBC જ્ઞાતિ વિષે રાહુલ ગાંધી દ્વારા અશોભનીય નિવેદન કરતા પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો હાજર રહ્યા હતા અને બેનરો સૂત્રોચ્ચાર કર્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.