તીન પત્તીનો જુગાર રમતા છ જુગારીને પોલીસે 50હજારની મત્તા સાથે પકડી કાયદેસરની કાર્યવાહી

સાબરકાંઠા
સાબરકાંઠા

પ્રાંતિજના ઘડકણ ગામની સીમમાં રાત્રિ દરમ્યાન તીન પત્તીનો જુગાર રમતા છ જુગારીને પોલીસે 50હજારની મત્તા સાથે પકડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

પ્રાંતિજ પોલીસ સ્ટેશનના ડી સ્ટાફે ગુરુવારે રાતે ઘડકણ ગામની સીમમાં આવેલ ઓરડીની આગળ ખુલ્લી જગ્યામાં લાઈટના અજવાળે ગંજીપાનાથી તીન પત્તીનો હારજીતનો જુગાર રમતાં કલ્પેશકુમાર ઉર્ફે લાલો જુગાભાઈ રાવળ, રહે. તલોદ, સુમેરસિંહ ઉર્ફે સુમો ગોપાલસિંહ પરમાર રહે. તલોદ, સાવનભાઈ વિક્રમભાઈ દેવીપૂજક રહે. તલોદ, રાકેશભાઈ ઉર્ફે બલો ભુપતભાઈ દેવીપૂજક રહે.તલોદ, રોહિતસિંહ ઉર્ફે પિન્ટુ કાળુસિંહ પરમાર રહે. તલોદ અને નિલેશભાઈ ઉર્ફે પિન્ટુ કાળુસિંહ પરમાર રહે. ઘડકણ તા પ્રાંતિજના દાવ ઉપર મૂકેલા રૂ.3000,આરોપીઓના અંગ જડતીમાંથી રૂ.47250. મળી કુલ રૂ..50250 સહિત ગંજી પાના 52 કબ્જે લઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.