ઇડરમાં પોણા બે, ખેડબ્રહ્મા, વિજયનગર, તલોદ, હિંમતનગર અને પ્રાંતિજમાં એક ઇંચથી વધુ અને પોશીના, વડાલીમાં પોણો એક ઇંચ કમોસમી વરસાદ

સાબરકાંઠા
સાબરકાંઠા

જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સર્વત્ર કમોસમી વરસાદ નોંધાયો હતો. જેમાં 21 મીમીથી 42 મીમી કમોસમી વરસાદ નોંધાયો હતો. જેમાં ઇડરમાં પોણા બે ઇંચ, ખેડબ્રહ્મા, વિજયનગર, હિંમતનગર, પ્રાંતિજ અને તલોદ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. જ્યારે પોશીના અને વડાલી તાલુકામાં પોણો એક ઇંચ વરસાદ નોંધાયો હતો.

જેથી હિંમતનગર સહીત જિલ્લામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તો રવિવારે બપોર બાદ રાત્રે ભારે પવન ફૂંકાયો હતો. ત્યારબાદ ભારે ગાજવીજ અને વીજળી સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. જેને લઈને રાત્રીના સમયમાં હિંમતનગરમાં મહાવીરનગર, ટાવર ચોક, ઉમિયા ટીપી રોડ, માર્કેટયાર્ડના ગેટ પાસે, સબજેલ આગળ રોડ પર પાણી ભરાયા હતા. વરસાદ બંધ થતા પાણી ઓસરી ગયા હતા. કમોસમી વરસાદને લઈને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. તો શાકભાજીમાં નુકશાનની વકી વધુ જણાઈ રહી છે.

સાબરકાંઠા જિલ્લામાં 24 કલાકમાં ખેડબ્રહ્મા 30 મીમી, વિજયનગર 29 મીમી, વડાલી 21 મીમી, ઇડર 42 મીમી, હિંમતનગર 32 મીમી, પ્રાંતિજ 32 મીમી, તલોદ 34 મીમી, પોશીના 20 મીમી કમોસમી વરસાદ નોંધાયો છે. તો જિલ્લાના એક પણ જળાશયમાં પાણીની આવક નોંધાઇ ન હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.