હિંમતનગરમાં કમોસમી વરસાદી પાણીના નિકાલનો અભાવ

સાબરકાંઠા
સાબરકાંઠા

ગાંધી જયંતીથી દેશભરમાં સ્વચ્છતા અભિયાન શહેરોમાં અને ગામે ગામ શરૂ કર્યું હતું, પરતું હિંમતનગરના નવા પંચાયતમાં આવતી બેરણા રોડ પરની ક્રિષ્ના સોસાયટીમાંથી કમોસમી વરસાદી પાણીનો નિકાલ હજી સુધી થયો નથી. જેને લઈને સોસાયટીમાં રોગચાળો વકર્યો છે. જેને લઈને દરેક ઘરમાં બીમારી જોવા મળી રહી છે. તો એક બાળકને ડેન્ગ્યું પણ થયું છે. ત્યારે પંચાયતમાં વારંવાર રજૂઆત કરવા છતાં કચરો લેવા કે રોડ પર ભરાયેલ પાણીના નિકાલ માટે કોઈ આવતું નથી, માત્ર મત લેવા આવે છે.હિંમતનગરના નવા પંચાયતમાં આવતા બેરણા રોડ પર ક્રિષ્ના સોસાયટી આવેલી છે જ્યાં 80 વધુ મકાનો છે. ત્યારે બેરણા રોડ પરથી સોસાયટીમાં જવાનો રસ્તો RCC બનાવવામાં આવ્યો છે પરંતુ મુખ્ય રોડથી નીચો બનાવ્યો છે. તો સોસાયટીમાં પાણીના નિકાલ માટે કોઈ ગટર વ્યવસ્થા નથી. જેને લઈને વરસાદી પાણી ભરાય છે. જેને લઈને સોસાયટીનો RCC રોડ કરતા મુખ્ય રોડ ઉંચો હોવાને લઈને પાણીનો નિકાલ થતો નથી. જેને લઈને રોડ પર ભરાયેલું પાણીનો નિકાલ થતો નથી. ત્યારે તાજેતરમાં પાંચ દિવસ પહેલાં કમોસમી વરસાદ વરસ્યો હતો. જેને લઈને સોસાયટીમાં પ્રવેશવાના રસ્તે પાણી ભરાયું હતું. હજી પણ તે પાણીનો નિકાલ થયો નથી. જેને લઈને સોસાયટીના દરેક ઘરમાં રોગચાળાની અસર જોવા મળે છે.


આ અંગે સોસાયટીના રહીશ કલ્પનાબેન સુથારે જણાવ્યું હતું કે, અમારી સોસાયટીમાં પ્રવેશવાના રસ્તે બનાવેલ રસ્તો યોગ્ય રીતે નહિ બનાવવાને કારણે વરસાદી પાણીનો નિકાલ થતો નથી અને કોઈ ગટર વ્યવસ્થા પણ કરવામાં આવેલ નથી. જેથી પાણી ભરાયેલું રહે છે અને મચ્છરોનો ઉપદ્રવ થાય છે. ત્યારે મારા દીકરા વિનીતને ડેન્ગ્યુ થયો હતો જેની ખાનગી હોસ્પીટલમાં સારવાર કરાવી છે. વરસાદી પાણી હજી પણ ભરાયેલ છે. નવા પંચાયતમાં વારંવાર રજૂઆત કરી છે પણ કોઈ દવાનો છંટકાવ કરવા પણ નથી આવતું કે પાણીનો નિકાલ કરવા પણ નથી આવતું કે કચરો લેવા પણ કોઈક દિવસે આવે છે. અમારી સોસાયટીમાં દરેક ઘરમાં મચ્છરોના ઉપદ્રવને લઈને રોગચાળો જોવા મળે છે.આ અંગે ક્રિષ્ના સોસાયટીમાં રહેતા કેયુર ભાવસારે જણાવ્યું હતું કે, બેરણા રોડ ઉંચો છે તેનાથી સોસાયટીમાં જવાનો રસ્તો નીચો છે. તો કમોસમી વરસાદ પડતા રોડ પર ભરાયેલું છે. પંચાયતમાં લેખિત અરજ અને જાણ પણ કરી છે પણ કોઈ દવા છંટકાવ કરવા આવ્યું નથી. કચરો લેવા કોઈ આવતું નથી. પંચાયત કરતા પાલિકા નજીક છે. ત્યારે અમારી માગણી છે કે રોડ પર ભરાતા પાણીના નિકાલની વ્યવસ્થા થાય પાલિકા જેવી સગવડ મળે તેવી માગ છે. તો ચૂંટણી હોય ત્યારે મત લેવા આવે છે, પરંતુ સોસાયટીના રહીશોની પરિસ્થિતિ બદતર થઇ છે. પણ કોઈ જોવા પણ નથી આવતું તેમ કહી પંચાયતના વહીવટની વાસ્તવિકતા વિષે વાત કરી હતી અને જોવા પણ મળી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.