હડીયોલ પાસે વેદવિલામાં ચોરોએ ચોરી નહી પણ નાસ્તો પાણી કર્યા

સાબરકાંઠા
સાબરકાંઠા

હિંમતનગર એ-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી વેદવિલામાં ચાર દિવસ પહેલા રાત્રીના સમયે ત્રણ ચડ્ઢી બનીયાનધારી તસ્કરો ચોરી કરવા આવ્યા હતા. જે CCTVમાં કેદ થયા હતા. તે આધારે તસ્કર ટોળકીની તપાસ હાથ ધરી છે. હિંમતનગર થી હડીયોલ જવાના રોડ પર એક તરફ ગામમાં અને બીજી તરફ ધનસુરા જતા રોડ પર ડાબી બાજુમાં આવેલી વેદ વિલામાં 21 ઓગસ્ટની મધરાત બાદ પાછળ ખેતરમાંથી થઈને વેદ વિલામાં કોટ કુદીને એક પછી એક પછી એક એમ ત્રણ ચડ્ઢી બનીયાનધારી તસ્કરો હાથમાં ચપ્પલ લઈને દબેલા પગે રાત્રે 1.55 વાગે પ્રવેશ કર્યો હતો.ત્યાર બાદ થોડીવારમાં પાછા બહાર એક સાથે ત્રણેય તસ્કરો બહાર નીકળ્યા હતા અને હાથમાં પાણીની બોટલ હતી. બોટલ ચહેરા ઉપર હલાવતા હલાવતા 2.56 મીનીટે બહાર નીકળ્યા હતા. આમ CCTVના સમય પ્રમાણે તસ્કરોએ એક કલાક વેદ વિલામાં રહ્યા હતા. તે દરમિયાન અલગ અલગ ઘર આસપાસ થઈને 11 નંબરના મકાનમાં પ્રવેશ કરીને નાસ્તો કરીને પાણી પીને કાઈ હાથ ના લાગતા જતા રહ્યા હતા.

આ સમગ્ર ઘટના વેદ વિલામાં લગાવેલા CCTVમાં કેદ થઇ હતી. તો આ અંગે હિંમતનગર એ-ડિવિઝન પોલીસે CCTV કબજે લઈને તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ આ CCTV વાઈરલ થયા હતા.એ-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાજીપુર પાસેના શ્રીવિલા સોસાયટીમાં ચાર મકાનમાં ચોરી થયા બાદ સહકારી જીન વિસ્તારમાં વ્રજ સોસાયટીમાં એક મકાનમાં ચોરી થઇ હતી. તો બેરના રોડ પર યશવી બંગ્લોઝમાં પણ ચોરી થઇ હતી. આ સમગ્ર અલગ અલગ ચોરી અંગે પોલીસે સ્ટેશનમાં ફરિયાદ નોધાઇ હતી. તો 19મી ઓગસ્ટને શનિવારે અને 20મી ઓગસ્ટને રવિવારે અને 21 મીઓગસ્ટની મધરાત બાદ 22 ઓગસ્ટની રાત્રે આજ તસ્કર ટોળકીએ ચોરીને અંજામ આપ્યો હોય તેવું પોલીસ માની રહી છે અને તેને લઈને ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે.આ અંગે હિંમતનગર એ-ડિવિઝનના PI બી.વી ડોડીયાએ જણાવ્યું હતું કે, વેદ વિલામાં તસ્કરો આવ્યા હતા પણ કાઈ ચોરી થઇ નથી. ત્યાના CCTV લઈને તપાસ હાથ ધરી છે. એ-ડિવિઝન પોલીસે રાત્રી દરમિયાન પેટ્રોલિંગ સઘન કરી દીધું છે અને એ ટોળકીને પકડવા માટેની તપાસ ચાલુ છે.આ અંગે યશવી બંગ્લોઝમાં રહેતા કુંજ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, મારા 26 નંબરના બંધ મકાનમાં ચોરી થઇ હતી. જેમાં તસ્કરોએ રાત્રે તેમના ઘરમાં નાસ્તો કર્યો હતો અને પાણીની બોટલો પણ લઇ ગયા હતા. સોનાના દાગીના અને રોકડની ચોરી કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.