સાબરકાંઠા જિલ્લામાં આગામી ૧૧ માર્ચથી ધો.૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લામાં આગામી ૧૧ માર્ચ ૨૦૨૪ થી ધો.૧૦ અને ધો.૧૨ ની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે બોર્ડ પરીક્ષાને ધ્યાને લઇ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા પરીક્ષાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

સાબરકાંઠામાં ધો.૧૦ બોર્ડ પરીક્ષા માટે ૮૨ બિલ્ડીંગમાં ૮૬૮ બ્લોકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જિલ્લાના હિંમતનગર, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, પોશીના, વિજયનગર, તલોદ અને પ્રાંતિજ ખાતેના વિવિધ પરીક્ષા કેંદ્રો ઉપર બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યુ  છે. બોર્ડ પરીક્ષા સમયે જિલ્લાને ઈડર અને હિંમતનગર એમ બે ઝોનમાં વિભાજીત કરી હિંમત નગર ઝોનમાં ૪૦ કેન્દ્રો અને ઈડર ઝોનમાં ૪૨ કેન્દ્રોનો સમાવેશ થયો છે.

ધો.૧૨ની પરીક્ષા માટે કુલ ૩૭ પરીક્ષા કેન્દ્રો ઉપર પરીક્ષાનું સુચારૂ આયોજન થાય છે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેમાં સામાન્ય પ્રવાહમાં ૨૦ અને વિજ્ઞાન પ્રવાહમાં ૧૭ સેન્ટરનો સમાવેશ થાય છે. ધો.૧૨ સામાન્ય પ્રવાહની  પરીક્ષામાં ૪૨૧ બ્લોક અને વિજ્ઞાન પ્રવાહ માટે ૧૬૮ બ્લોક મળી કુલ ૫૮૯ બ્લોકનો ઉપયોગ કરવામાં આવ્યો છે એમ જિલ્લા શિક્ષણાધિકારી,સાબરકાંઠાની એક અખબારી યાદીમાં જણાવાયુ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.