સાબરકાંઠા જિલ્લામાં ભાજપના મહામંત્રી કનુભાઈ પટેલ જિલ્લા પ્રમુખ બન્યા

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લા ભાજપના મહામંત્રી કનુભાઈ પટેલની જિલ્લા પ્રમુખ પદે નિમણૂક કરવામાં આવતા જિલ્લાવાસીઓ ધારસભ્યો અને હોદ્દેદારો, કાર્યક્રતો, જિલ્લા કાર્યલય ખાતે પહોંચી ગયા હતા. ફૂલહાર પહેરાવી અને ફૂલછડીઓ આપી મીઠું મો કરાવી શુભેચ્છાઓ આપી હતી.સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના ઉમેદગઢ ગામના કનુભાઈ ગોપાળભાઈ પટેલ વર્તમાન મહામંત્રી હતા. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા બુધવારે સાબરકાંઠા જિલ્લાના નવનિયુક્ત પ્રમુખ તરીકે કનુભાઈ ગોપાળભાઈ પટેલની નિમણૂક કરવાની જાહેરાત નિમણૂક પત્ર દ્વારા કરવામાં આવી હતી. જેને લઈને જિલ્લા, તાલુકાના કાર્યકરો, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાના હોદ્દેદારો, સાથે જિલ્લાના હોદ્દેદારોના શુભેચ્છાઓની ભરમાળ શરુ થઇ ગઈ હતી.નવનિયુકત જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલ સાંજે 4 વાગ્યે હિંમતનગર ખાતે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આવી પહોંચ્યા હતા. જ્યાં તાલુકા પ્રભારી સહિત હિંમતનગર અને ઇડરના કાર્યકર્તાઓ ફૂલહાર અને ફૂલછડીઓ સાથે દોડી આવ્યા હતા. તો સાથે પેંડા પણ લઈને આવ્યા હતા. એક પછી એક કાર્યકર્તા, હોદ્દેદાર અને પરિવારજનો સ્મિત સાથે શુભેચ્છાઓ આપતા હતા. બીજી તરફ કાર્યકર્તાઓ દ્વારા કાર્યાલય બહાર ફટાકડા ફોડી નવા જિલ્લા પ્રમુખની નિમણૂકને વધાવી હતી.


આ અંગે નવા વરાયેલા જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલે જણાવ્યું હતું કે, આજે ભારતીય જનતા પાર્ટી પ્રદેશે મને જે જિલ્લાના પ્રમુખ તરીકે જવાબદારી આપી છે. તો આવનારા સમયમાં હું તમામે તમામ કાર્યકર્તાઓને એક પરિવારના ભાગરૂપે ઘણી અને તમામને સાથે લઈને ભારતીય જનતા પાર્ટીએ જે શિખરો સર કર્યા છે તે જાળવી રાખવાનો પ્રયત્ન કરી કરીશ.ઇડર તાલુકાના ઉમેદગઢ ગામમાં જન્મેલા કનુભાઈ ગોપાલભાઈ પટેલ ઇડર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં 1981થી 1983 સુધી ગ્રેજ્યૂટ અભ્યાસ કર્યો. ત્યાર બાદ ગુજરાત યુનિવર્સિટીમાંથી એકાઉન્ટ અને ઇકોનોમિક્સ વિષ્ય બીકોમ કર્યું હતું. 1995થી તેમણે ભાજપમાં અલગ અલગ હોદ્દાઓ ઉપરાંત કાર્યકર્તા તરીકે ફરજ બજાવી છે. 1995માં ઇડર મંડલ યુવા મોરચા મંત્રી હતા. ત્યાર બાદ ઇડર તાલુકા ઈલેક્શન ઓફીસ સેક્રેટરી તરીકે ફરજ બજાવી હતી. ઇડર તાલુકા ભાજપના બે વખત પ્રમુખ રહી ચુક્યા છે. જયારે 2021માં સાબરકાંઠા જિલ્લા ભાજપના મહામંત્રી બન્યા હતા અને 23/08/23ના રોજ જિલ્લા પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત કાર્યાલય મંત્રી તરીકેની ફરજ તો સાથે નિભાવી જ છે અને ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સેનેટ સભ્ય પણ રહી ચુક્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.