હિંમતનગર ફાયર વિભાગે શગુન સોસાયટીમાં માટીમાં ફસાયેલ ગાયને સવા 6 કલાકની જહેમત બાદ બચાવી

સાબરકાંઠા
સાબરકાંઠા

હિંમતનગરમાં રવિવારે મોડી સાંજે નવા બની રહેલ હેરીટેજ રોડ પર બનાવેલ ટ્રેન્ચમાં ઉપરાંત એક દુકાનમાં પાણી ભરાયું હતું. જેને ફાયર વિભાગે બહાર કાઢ્યું હતું. તો રાત્રે શગુન સોસાયટીમાં માટીમાં ફસાયેલી ગાયને સવા 6 કલાકની મહેનત બાદ બહાર કાઢવામાં આવી હતી. આંબાવાડી રેલવે અન્ડરબ્રિજમાં પાણી ભરાઈ જતા રસ્તો બંધ કરાયો હતો અને પાણીના નિકાલની કાર્યવાહી કરીને એક તરફનો રોડ શરુ કરવામાં આવ્યો.આ અંગેની વિગત એવી છે કે, હિંમતનગરમાં ટાવર લાઈબ્રેરીથી ખાડિયા હનુમાનજી મંદિર સુધી પાલિકા દ્વારા હેરીટેજ રોડ બનાવવાની કામગીરી હાથ ધરી હતી. જેને લઈને રોડની બંને તરફ અન્ડર ગ્રાઉન્ડ પાણી,ગટર અને વીજ વાયરો માટે ટ્રેન્ચ મુકવામાં આવી હતી.પરંતુ રવિવારે ધોધમાર વરસાદ વરસવાને લઈને રોડની બંને તરફ ટ્રેન્ચમાં પાણી ભરાઈ ગયું હતું તો એક દુકાનમાં પણ પાણી ભરાયું હતું.જેને લઈને સ્થાનિકોએ પાલિકાને જાણ કરી હતી.જેથી પાલિકાના ફાયર વિભાગે આવીને બંને ટ્રેન્ચ ઉપરાંત દુકાનમાંથી એક કલાક વોટર પંપ લગાવીને પાણી બહાર કાઢ્યું હતું.


તો હિંમતનગરના સહકારી જીન વિસ્તારમાં આવેલ શગુન સોસાયટીમાં ગાયના બે પગ માટીમાં ફસાઈ ગયા છે તેવી જાણકારી મળતા ફાયર વિભાગના મયંક પટેલ ટીમ સાથે ઘટના સ્થળે પહોચ્યા હતા. તો રવિવારે સાંજે 7 વાગ્યાથી રેસ્ક્યુ ઓપરેશન શરુ કર્યું હતું અને સવા 6 કલાકે રાત્રે એક વાગે પૂર્ણ થયું હતું.તો આ અંગે ફાયર વિભાગના મયંક પટેલે જણાવ્યું હતું કે સોસાયટીમાં કરવામાં આવેલા ખાડામાં વરસાદને લઈને માટી દબતા આ માટીમાં ગાયના પાછળના બે પગ આખા માટીમાં ઉતરી ગયા હતા અને તે લાંબા સમયથી માટીમાં હોવાથી તેને રેક્સ્ય્યું કામગીરીમાં સવા છ કલાકનો સમય લાગ્યો હતો. પ્રથમ તેની આસપાસ માટી ખોદકામ કરી કાઢી હતી તો ક્રેનથી પણ કાઢવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ બે પગને નુકશાન થવાની શક્યતાને લઈને ખાડા કર્યા બાદ માટી બહાર કાઢીને વરસાદ વચ્ચે રેસ્ક્યુ ઓપરેશન સાવ છ કલાકે પૂર્ણ કરીને ગાયને બચાવી લીધી હતી.હિંમતનગરના બગીચા વિસ્તારથી મહાવીરનગરને જોડતો સ્વામીનારાયણ રેલ્વે અન્ડર બ્રીજ બનાવવામાં આવેલો છે. વરસાદને લઈને પાણીના નિકાલના અભાવે રવિવારે રાતના સમયનું પાણી ભરાયું હતું.જેને લઈને અવર જવર કરતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો અને બંને તરફથી અન્ડર બ્રિજના દરવાજા બંધ કરવામાં આવ્યા હતા. તો સોમવારે સવારે પણ પાલિકા દ્વારા નિકાલની પાઈપ લાઈનમાં પ્રેસર સાથે પાઈપ સાફ કરવાની કામગીરી કર્યા બાદ પાણી નીકળવાનું શરુ થયું હતું જેને લઈને એક તરફનો રસ્તો શરુ કરવામાં આવ્યો હતો અને બીજી તરફનો રસ્તો બંધ રાખીને સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.