ઈડરમાં કાજુની ફેક્ટરીના ભાગીદારો સાથે છેતરપિંડી

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જીલ્લાના ઇડરના દેશોતરના ત્રણ ભાગીદારોને બંધ પડેલ કાજુની ફેક્ટરી ફરીથી ચાલુ કરવા માટે ચાર કરોડની લોન અપાવવા માટે વડનગરના સખશે રૂ 2.30 લાખની છેતરપીંડી કરતા ઇડર પોલીસ સ્ટેશનમાં એક વર્ષ બાદ ફરિયાદ નોધાઇ છે.ઇડર તાલુકાના દેશોતર ગામ નજીક મોરારીલાલ પરષોત્તમદાસ પટેલ અને ભાણપુર ગામના પ્રવીણભાઈ નાથાભાઈ પટેલ અને રાજેન્દ્રભાઈ રમણભાઈ પટેલ ત્રણેયની સંયુક્ત ફાર્મસ એગ્રોટેક પ્રાઈવેટ લિમિટેડ નામની કાજુની ફેક્ટરી આવેલ હતી. જ્યાં દોઢ એક વર્ષ પહેલા કાચા કાજુ તાન્જાનીયાથી મંગાવતા હતા. તે સમયે મંગાવેલા ચાર કરોડના કાચા કાજુના જથ્થાની તાન્જાનીયા પોર્ટમાં ચોરી થઇ ગઈ હતી. જેને લઈને આંતરરાષ્ટ્રીય લેવલની એજન્સી તે ચોરીની તપાસ કરી રહી છે.બીજી તરફ ચાર કરોડના મંગાવેલા કાચા કાજુની ચોરી થઇ જતા ત્રણેય ભાગીદારો પર આર્થિક સંકટ આવી ગયો હતો. જેને લઈને ધંધામાં લીધેલ લોન ભરપાઈ કરી શકતા ન હતા અને NPA થયેલ જેથી પૈસાની જરૂર હતી. ત્યારબાદ ભાગીદારોએ પ્રાઈવેટ ફાઈનાન્સરો સાથે સંકળાયેલા લોકોનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરવા દરમિયાન ભાગીદાર પ્રવીણભાઈ નાથાભાઈ પટેલનો સંપર્ક ઉમેદગઢના રહીશ ધર્મેન્દ્રસિંહ સેતાનસિંહ રાઠોડ સાથે થયો હતો. જેમને લોન મેળવવા માટે મહેસાણાના વડનગરના પીઠોડી દરવાજાના સુતારવાડામાં રહેતા ભરતભાઈ સોમાભાઈ પટેલનો સંપર્ક ભાગીદાર પ્રવીણભાઈ પટેલ સાથે કરાવી આપ્યો હતો.

જેથી પ્રવીણભાઈએ લોન લેવા બાબતે મોરારીલાલ પટેલને ભરતભાઈ પટેલની સાથે લોન સંબધે વાતચીત કરવાનું કહ્યું હતું. જેને લઈને મોરારીલાલ પટેલે ભરતભાઈ પટેલ સાથે મોબાઈલ પર વાત કરી હતી. ત્યારબાદ ચાર કરોડની લોન લેવા બાબતે વાતચીત બાદ જરૂરી દસ્તાવેજો આધારકાર્ડ, પાનકાર્ડ વોટેસ અપ પર મોકલી આપ્યા હતા. 13 માર્ચને 2023 ના રોજ લોન લેવા માટે ગુગલ પે થી ભરતભાઈ સોમાભાઈ પટેલને લોન એગ્રીમેન્ટ અને સ્ટેમ્પ લેવા માટે રૂ.1240 અને રૂ 1000 મોકલ્યા હતા. ત્યારબાદ લોનની પ્રોસેસ થઇ જશે તેવું કહ્યું હતું. અને 15 માર્ચના રોજ ફરીથી ભરતભાઈએ લોન પેટે અલગ અલગ ચાર્જ માટે રૂ 5612 ગુગલ પે મારફતે મોકલ્યા હતા. અને આજ દિવસે ભરતભાઈ સોમાભાઈ પટેલનો ફોન મોરારીભાઈ પટેલના ઉપર આવ્યો હતો કે તમારું લોન પેટે ચાર કરોડનું પેમેન્ટ તૈયાર છે. હું પેમેન્ટ લઈને વિજયનગર ત્રણ રસ્તે આવેલ આર્શીવાદ હોટલમાં આવેલ છુ તમે અહિયાં આવી જાઓ.જેથી ઉમેદગઢના ધર્મેન્દ્રસિંહ નો સંપર્ક કરી તેમને સાથે લઈને મોરારીભાઈ, પ્રવીણભાઈ રાજેન્દ્રભાઈ ચારેય જણા સાંજના 4 વાગે હોટલમાં ગયા હતા. જ્યાં ભરતભાઈ સોમાભાઈ પટેલ હાજર ન હતા. જેમને મોબાઈલ પર સંપર્ક કરતા મોબાઈલ બંધ આવતો હતો. જેના 15 દિવસ બાદ ભરતભાઈએ મોરારીભાઈને ફોન કરી કહેલ કે હું તમારું પેમેન્ટ કરી શક્યો ન હતો હું ચાર ધામ યાત્રા પર ગયો હતો ત્યારબાદ વાતો કરીને 13 માર્ચ 2022 થી 7 જુલાઈ 2022 દરમિયાન લોન પેટે અલગ અલગ ચાર્જ પેટે રૂ 2,30,561 લઈને લોન નહીં કરી આપી મોબાઈલ બંધ કરીને ત્રણેય ભાગીદારો સાથે છેતરપીંડી કરી હતી. જેને લઈને ઇડર પોલીસ સ્ટેશનમાં એક વર્ષ બાદ મોરારીભાઈ પટેલે ફરિયાદ નોધાવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.