ઇડર : વોર્ડ નંબર 2 -3 માં ઠેર-ઠેર ગંદકી ના સામ્રાજ્ય થી લોકો ત્રાહિમામ

સાબરકાંઠા
સાબરકાંઠા

ઇડર માં ઠેર ઠેર ભારે ગંદકી ના કારણે મચ્છરો નો પણ ખૂબ જ ઉપદ્રવ થયો હોવાના કારણે ખાસ કરીને નાના બાળકો ને ખુબજ પરેશાની થતી હોય છે ભારે ગંદકી ના કારણે આ વિસ્તાર માં રોગચારો અજગર ભરડો લેય તે પહેલા જવાબદાર તંત્ર કાર્યવાહી કરે તેવી આ વિસ્તાર ના લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે

ઇડર નગરપાલિકા વિસ્તારમાં આવતા વોર્ડ નંબર 2 -3 માં જ્યા નજર કરો ત્યાં ઠેર ઠેર ગંદકી ના ગંજ ના જ દ્રષ્યો જોવામળી રહયા છે એ ગંદકી ને કારણે લોકો ખુબજ ત્રાહિમામ પોકારી ઉઠયા છે સરકાર શ્રી દ્વારા સ્વચ્છતા માટે લખ લૂંટ ખર્ચ કરવામાં આવી રહ્યો હોય ત્યારે આવા દ્રશ્યો જોતા તો એવું જ લાગી રહ્યું છે કે ઇડરમાં સ્વચ્છતા અભિયાન માત્ર અને માત્ર કાગળ પર જ ચલાવવામાં આવી રહ્યું હોય તેવું ગંદકી ના દ્રષ્યો જોય લાગી રહ્યું છે

ખાસ કરી જ્યારે નગરપાલિકા દ્વારા પાણીનું વિતરણ કરવામાં આવતું હોય ત્યારે આ રોડ પર ના દ્રષ્યો નો નજારો પણ કાંઈક અલગજ જોવા મળે છે.

ઇડર નગરપાલિકા ના જવાબદાર અધિકારીઓને: આ વિસ્તારના લોકો દ્વારા આ બાબતની ફરિયાદ અવાર નવાર કરવામાં આવતી હોય છે પરંતુ જવાબદાર તંત્રના જવાબદાર અધિકારી ઓ દ્વારા કોઈ કારણો સર આંખ આડા કાન કરી લેવામાં આવતા હોય આ બાબતે જવાબદાર તંત્ર ધ્યાન આપતું નથી તેમજ આવિસ્તાર ના રહીશો ખુબજ મોટી આશાઓ સાથે પાસે આ બાબતની ફરિયાદ કરવા માટે જાય છે પરંતુ ચૂંટણી સમયે જે વચનો આપેલા એ વચનો માત્ર ઠાલા વચનોજ રહી જતાહોય છે ચૂંટાયેલા કોર્પોરેટરો જનતાને હેરાન થતાં જુએ છે તેમ  છતાં પણ કોઈ સફાઈ કરાવવા માઁ રસ ધરાવતા નથી કે પછી જવાબદાર તંત્ર દ્વારા કોઈ મોટી ઘટના બને કે રોગચારો ફેલાય તેની રાહ જોઈ રહ્યું હોય તેવું હાલ લાગી રહ્યું છે

હવે જોવાનું એ જ રહ્યું કે કુંભ કર્ણ ની નિંદ્રા માં પોઢેલા તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી તાત્કાલિક સફાય હાથ ધરવામાં આવશે કે કેમ એતો હવે લોકોએ જોવાનુ રહ્યું


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.