કડોલીની સાબરમતી નદીની કોતરોમાંથી બંદૂક સાથે ડફેર ઝડપાયો

Sports
Sports

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના કડોલી પાસેની સાબરમતી નદીના કોતરોમાંથી SOGએ બાતમીના આધારે ફૂલ્લીદાર બંદૂક સાથે ડફેરને ઝડપી લીધો હતો. તેના સામે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


આ અંગે સાબરકાંઠા SOGના PIએન.એન.રબારીએ ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે, કડોલી ગામ નજીક નદીની કોતરોમાં મંગળવારે રાત્રિના 8 વાગ્યાના સમયે મહેસાણાના ખેરાલુના દેલવાડા સરકારી બોરની બાજુમાં ઓરડીમાં રહેતા ડફેર સલીમભાઈ ગુલાબભાઈ સિંધી (ડફેર)ના રહેણાંક ઓરડીમાંથી ફૂલ્લીદાર સિંગલ બેરલ બંદૂક સાથે કારતૂસ 5000 હજારની મળી આવી હતી. જેને લઈને ડફેરને ઝડપી લઈને તેના સામે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.