હિંમતનગરના નવલપુર ગામમાં જતા ફાર્મ હાઉસ પાસેના ખેતરમાંથી બંદૂક સાથે ડફેર ઝડપાયો

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લાના SOGને મળેલી બાતમી આધારે આજે સાંજે હિંમતનગરના નવલપુર ગામે જવાના રોડ પર એક ફાર્મ હાઉસ પાસેના ખેતરમાં બંદૂક સાથે ડફેર ઝડપી લીધો હતો. જેને લઈને હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ડફેર સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


આ અંગે સાબરકાંઠા SOGના PI એન.એન.રબારીએ ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે, હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં SOGના PSI કે.બી.ખાંટ અને સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન મળેલી બાતમી આધારે હિંમતનગરથી વિજાપુર રોડ પર આવેલા નવલપુર ગામ તરફ જવાના રોડ પર આવેલા એફ.એસ.ફાર્મ હાઉસ પાસેના ખેતરમાંથી વડાલીના બાવસર ગામના મોતીસરમાં રહેતા અકબરભાઈ બાબુભાઈ સિંધી (ડફેર) પાસેથી ફૂલ્લીદાર સિંગલ બેરલ વાલી રૂ 5 હજારની બંદૂક મળી આવી હતી. જેથી SOGએ ફૂલ્લીદાર બંદૂક કબજે લઈને ઝડપાયેલા અકબરભાઈ સામે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોધાવેલો છે. જેને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.