સાબરકાંઠા અને આમદાવાદમાં વિદેશી દારૂની હેરાફેરી કરનાર ઇસમની પાસા હેઠળ અટકાયત
અમદાવાદ અને સાબરકાંઠા જિલ્લામાં ચાર વિદેશી દારૂની હેરાફેરી કરનારા ઇસમને સાબરકાંઠા LCB પાસા હેઠળ અટકાયત કરીને સુરત મધ્યસ્થ જેલમાં મોકલી આપ્યો હતો.
આ અંગે સાબરકાંઠા LCBના PI એસ.એન.કરંગીયાએ વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજસ્થાનમાંથી ગુજરાતમાં વિદેશી દારૂ લાવીને અસામાજિક પ્રવૃતિઓને કરતો અમદાવાદના દરિયાપુરમાં દિલ્હી દરવાજા ફતેહ મસ્જીદની પાસે તવક્કલ ફ્લેટમાં બીજે માળ ફ્લેટ નં. 3માં રહેતો અલ્તાફ હુસેન ઉર્ફે કઠિયારો અબ્દુલ રશીદ પીરભાઈ શેખ જેના પર સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર બી-ડીવીઝન અને ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ઉપરાંત અમદાવાદમાં દાણી લીમડા અને અમદાવાદ ડી.સી.બી માં વિદેશી દારૂની હેરાફેરીના ગુનાઓ નોંધાયેલા હોવા છતાં વિદેશી દારૂની હેરાફેરી કરતો હોવાને લઈને સાબરકાંઠા LCBએ પાસા હેઠળ દરખાસ્ત તૈયાર કરીને જિલ્લા પોલીસ વડા વિજય પટેલ મારફતે જિલ્લા કલેક્ટરને મોકલી આપી હતી.
જિલ્લા કલેક્ટરે ઇસમ સામે પાસા હેઠળ અટકાયત કરવાનો હુકમ કરતા સાબરકાંઠા LCBએ અલ્તાફ હુસેન ઉર્ફે કઠિયારો અબ્દુલ રશીદ પીરભાઈ શેખની પાસા હેઠળ અટકાયત કરીને સુરત મધ્યસ્થ જેલમાં મોકલી આપ્યો હતો.