
સાબરકાંઠામાં ક્રાઈમ બે એક્ટિવા, વીજ વાયર અને ત્રણ દુકાનમાં ચોરી, ઈડરના ભૂતિયા ગામ પાસે વાહનની ટક્કરે વૃદ્ધાનું મોત
સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના વેરાબરથી ચાંડપ જતા રોડ ઉપર આવેલા વીજ થાંભલા પરથી તસ્કરો 126 કિલોગ્રામ વીજતાર ચોરી લઈ ગયા હતા. આ અંગે ઇડર પોલીસ સ્ટેશનમાં ugvcl ના અધિકારીએ ફરિયાદ નોંધાવી છે.
ઇડર તાલુકાના વેરાવળથી ચાંડપ જવાના રોડ ઉપર 28 માર્ચની રાત્રીના સમયે યુજીવીસીએલ દ્વારા દેશોતર પેટા વિભાગની કચેરીના તાંબાના ચાંડપ ગામની સીમમાં આવેલ 11કેવી કંડકટર 55 એમ એમ સાઈઝનો આશરે 0.285 કિમિ લંબાઇના એક એવા ત્રણ વીજ વાયર કે જેની કુલ લંબાઈ 0. 885 કીમીના 126 કિલોગ્રામ વજનના રૂ 15000 ના વીજ વાયરને કાપીને ચોરી કરી લઈ ગયા છે. આ અંગે યુજીવીસીએલના અધિકારી દીપકકુમાર ચંદ્રકાંત વૈષ્ણવે ફરિયાદ નોંધાવી છે. તો ત્રણ દિવસમાં તસ્કરો વીજ વાયરની બીજીવાર ચોરી કરી છે.
સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના મોહનપુરા પાટિયા પાસે મંગળવારે વહેલી પરોઢે તસ્કરો ત્રાટકયા હતા અને પાર્લર,સાયકલના શોરૂમ અને એક મોલ મળી ત્રણ દુકાનોના તાળા તોડી રૂપિયા 61,000 ના મુદ્દામાલની ચોરી કરી લઈ ગયા હતા. આ અંગે ઇડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ઇડર તાલુકાના મોહનપુરા પાટિયા પાસે 28મી માર્ચને વહેલી પરોઢે 1:00 વાગ્યાથી ત્રણ વાગ્યાના સમયમાં તસ્કરો ત્રાટક્યા હતા અને ગામના પાટીયા પાસે આવેલ પટેલ પાર્લરની દુકાનનું બાજુમાં આવેલ સાયકલના શો રૂમનું તથા સામે આવેલ એ ઇ ગુજકોપ મોલની દુકાનના તાળા તોડ્યા હતા. તસ્કરો પાર્લરની દુકાનમાંથી પ્રવેશ કરી ચાંદીના સિક્કા કુલ ત્રીસ વજન 60 ગ્રામ ₹3,000 ના તથા રોકડ 30,000 તો સાયકલના શોરૂમના ડ્રોવરમાંથી રોકડ રકમ 28,000 અને ઇ ગુજકોપ મોલમાંથી રોકડ ₹500 મળી કુલ 61,500 ની મત્તાની ચોરી કરી લઈ ગયા હતા. આ અંગે ઇડર પોલીસ સ્ટેશનમાં પાર્લરના માલિક પ્રનિલકુમાર ભોગીલાલ પટેલે ફરિયાદ નોંધાવી હતી. તો ઇડર પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના ગઢની પાછળ આવેલા લીંભોઇ રોડ ઉપર બાજુના ખુલ્લા મેદાનમાં 25 તારીખે સાંજે ચાર વાગે ચાંડપના નવાવાસના ગામના સંગીતાબેન કરશનસિંહ ડાભી પોતાની સફેદ કલરની એકટીવા પાર્ક કરી હતી. જે કોઈ ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હતો.આ અંગે ઇડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્માના લાંબડીયામાં યાકુબ ગુલામનબીભાઈ મેમણએ પોતાનું એકટીવા 25 તારીખે રાત્રે 10 વાગ્યે ઘર આગળ પાક કર્યું હતું. સવારે જોતા એક્ટિવા હતું નહીં. જેને લઈને આજુબાજુ તપાસ કરતા કોઈ પત્તો લાગ્યો ન હતો. આ અંગે યાકુબભાઈએ ખેરોજ પોલીસ સ્ટેશનને એકટીવા ચોરીની ફરિયાદ નોંધાવી છે.
સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના ભુતીયા ગામ નજીક મંગાવવારે સવારે ભુતીયા ગામના મહિલા રોડની સાઇડે ચાલતા જતા હતા. તે દરમિયાન અજાણ્યા વાહને વૃદ્ધાને ટક્કર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. જેને લઈને વૃધ્ધાને સારવાર સારું લઈ જતા રસ્તામાં મોત નીપજ્યું હતુ. આ અંગે ઇડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.