હિંમતનગરમાં બગીચા વિસ્તારમાં RCC રોડ બનાવવાની કામગીરી શરૂ કરાઈ

સાબરકાંઠા
સાબરકાંઠા

હિંમતનગરના બગીચા વિસ્તારમાં પાલિકા દ્વારા 450 મીટર લાંબો અને સાડા ચાર મીટર પહોળો RCC રોડ બનાવવની કામગીરીના દેવદિવાળી બાદ શ્રીગણેશ કરવામાં આવ્યા છે.આ અંગેની વિગત એવી છે કે, હિંમતનગરમાં નગરપાલિકા દ્વારા પાલિકા વિસ્તારમાં અલગ અલગ વોર્ડમાં વિકાસ કામોના ખાતમુહુર્ત હિંમતનગરના ધારાસભ્ય વી.ડી.ઝાલાના હસ્તે કરવામાં આવ્યા હતા. તેને લઈને એક પછી એક કામ શરૂ કરવામાં આવ્યા હતા. ત્યારે હિંમતનગરના વોર્ડ નં.4માં બગીચા વિસ્તારમાં RCC રોડ બનાવવાની કામગીરીના શ્રીગણેશ દેવદિવાળી બાદ હિંમતનગર નગરપાલિકાના ટાઉન પ્લાનીંગના ચેરમેન જાનકી રાવલ, બાધકામ ચેરમેન ડીકુલ શાહ, સ્થાનિકો અને પાલિકાના અધિકારી અને કર્મચારીઓની ઉપસ્થિતિમાં કંકુ તિલક કરીને JCBવડે રોડ ઉતારવાની કામગીરી શરૂ કરવાનો પ્રારંભ કરાયો હતો.


આ અંગે હિંમતનગર નગરપાલિકાના એન્જીનીયર તુષાર પટેલે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે, હિંમતનગરના બગીચા વિસ્તારમાં દરગાહ થી ભાગ્યોદયડેરી સુધીનો 450 મીટર લાંબો અને સાડા ચાર મીટર પહોળો RCC રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. હાલમાં JCB વડે જુનો રોડ ઉતારવામાં આવી રહ્યો છે. ત્યારબાદ લેવલ કરીને RCC રોડ બનાવવામાં આવશે. તો આ રોડ અંદાજે એક મહિનામાં બની જશે 28 લાખ 68 હજારના ખર્ચે બનશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.