વાહનોમાંથી ચોરી કરનાર શખસને ચેકિંગ કરતા નવ મોબાઈલ સહિત રૂ. 2.58 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયો

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરથી શામળાજી નેશનલ હાઇવે પરથી ગાંભોઈ પોલીસે વાહન ચેકિંગ કરતા સમયે અંબાજીમાં પાર્ક કરેલા વાહનોમાંથી ચોરી કરનાર શખસને ઝડપી લીધો છે અને તેના પાસેથી કાર સાથે નવ મોબાઈલ મળી રૂ 2.58 લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો. જેને લઈને ગાંભોઈ પોલીસે 41(1) ડી મુજબ ડીટેન કરીને ચોરી કરેલો મુદ્દામાલ અને કાર 102 મુજબ કબજે લઈને અંબાજી પોલીસને શખસ અને મુદ્દામાલ સોંપ્યો છે.

વાહન ચેકિંગ કરતા દરમિયાન હોન્ડા કંપનીની સિલ્વર કલરની કાર GJ-01-HJ-0917ને ઉભી રાખી તેમાં તપાસ કરતા કારમાં અલગ અલગ મહિલા અને પુરુષના પર્સ, અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન નંગ-9, એક ટેબ્લેટ, વાહનોની અલગ અલગ કારની ચાવીઓ તેમજ કારના આગળના ભાગે ખાલી સાઈડના ડ્રોવર પરથી સોનાની ચેન મળી આવી હતી.

આ તમામ ચીજવસ્તુઓ વિશે પૂછપરછ કરતા સંતોષકારક જવાબ મળ્યો ન હતો. જેને લઈને કારચાલકને વધુ સઘન પૂછપરછ કરતા કારમાંથી મળી આવેલો સર સામાન બનાસકાંઠાના દાંતા તાલુકાના અંબાજી માતાજીના મંદિરેના પાર્કિંગમાં પાર્ક કરેલી કારોમાંથી ચોરી કર્યો હોવાનું કબૂલ્યું હતું.

ગાંભોઈ પોલીસે કારચાલકને અમદાવાદના વટવા મહાલક્ષ્મી ચાર રસ્તા પર આવેલા મંથન એપાર્ટમેન્ટમાં 507 નંબરના મકાનમાં રહેતા સંતોષકુમાર સીતારામ દુબેના કબજાની કાર, કારમાંથી મહિલાના અને પુરુષના પર્સ, અલગ અલગ કંપનીના મોબાઈલ નંગ 9, એક ટેબ્લેટ, કારની ચાવીઓ, 20 કેરેટ અંદાજીત વજન 19.580 ગ્રામ સોનાની ચેન વિગેરે સામાન રૂ.2,58,382નો મુદ્દામાલ મળી આવ્યો હતો. જે CRPC 41(1)ડી મુજબ ડીટેન કરીને સાથે ચોરીનો મુદ્દામાલ અને કાર 102 મુજબ કબજે લીધો હતો. ગાંભોઈ પોલીસે ઝડપેલો કારચાલક, કાર અને ચોરીનો મુદ્દામાલ અંબાજી પોલીસ સ્ટેશનમાં આપ્યો હતો. રાજેન્દ્રનગર ચેક પોસ્ટ પર વાહન ચેકિંગ ચોરીના મુદ્દામાલ સાથે ઝડપાયેલો અમદાવાદના વટવાનો સંતોષકુમાર દુબે જે અંબાજી માતાજીના મંદિરમાં પાર્કિંગ પાર્ક કરેલા વાહનોને પોતાની પાસેની ચાવીઓ વડે ખોલીને તેમાંથી સરસામાન ચોરી કરી લેતો હતો. જેને મુદ્દામાલ સાથે અંબાજી પોલીસ સ્ટેશનમાં સોંપ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.