જ્વેલર્સની દુકાનમાં આવી વૃદ્ધ મહિલાએ ચાંદીના પાયલ ચોરી કરી ચોરી કરનાર વૃદ્ધ મહિલાની ધરપકડ

સાબરકાંઠા
સાબરકાંઠા

એક જ્વેલર્સની દુકાનમાં આવી એક વૃદ્ધ મહિલાએ ચાંદીના પાયલ ચોરી કરી હતી. જે CCTVમાં કેદ થઈ હતી. જેને લઈને બી ડિવિઝન પોલીસને જાણ થતા ગણતરીના કલાકોમાં ચોરી કરનાર વૃદ્ધ મહિલાની ધરપકડ કરી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

હિંમતનગરમાં આવેલ હિંમતસિંહ શોપીગ મોલમાં આવેલ સિદ્ધાંત જ્વેલર્સમાં શનિવારે બપોરના સમયે એક મહિલા રિક્ષામાં બેસીને દુકાન આગળ ઉતરી હતી. ત્યારબાદ દુકાનમાં આવીને ચાંદીના પાયલ જોયા હતા. દરમિયાન એક ચાંદીની પાયલ સરકાવીને થેલીમાં નાખીને લઇ ગઈ હતી. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ હતી. ત્યારબાદ મહિલા રિક્ષામાં બેસીને જતી રહી હતી.

સિદ્ધાંત જ્વેલર્સના માલિકને શક જવાને લઈને CCTV તપાસ કરતા ચોરી થયાનું જોવા મળ્યું હતુ. જેથી સિદ્ધાંત જવેલર્સના માલિક જીગ્નેશ ભરતભાઈ સોનીએ હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સાંજે અરજી આપી હતી. ત્યારબાદ હિંમતનગર બી ડિવિઝન પોલીસે CCTV ફૂટેજ કબજે લઈને તપાસ હાથ ધરી હતી. નેત્રમનો સંપર્ક કરીને કેમરા તપાસ કરતા બી ડિવિઝન પોલીસે વૃદ્ધ મહિલાના ઘર સુધી પહોંચી ગઈ હતી. હિંમતનગરના સહકારી જીન વિસ્તારમાં આવેલ તુલસી ફ્લેટમાં E/105માં રહેતા જોશનાબેન પીગળસિંહ ચારણની મહિલા પોલીસકર્મી પૂછપરછ કરતા વૃદ્ધ મહિલાએ તેમના ઘરેથી ચાંદીની પાયલ રૂ4,125ની ચોરી કર્યાની કબૂલાત કરી હતી.જેને લઈને પોલીસે તેમની ધરપકડ કરી પોલીસ સ્ટેશનમાં લાવ્યા હતા. ત્યારબાદ કાર્યવાહી કરી હતી અને જામીન પર વૃદ્ધ મહિલાનો છુટકારો થયો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.