યોગશિબિરમાં ઉપસ્થિત સૌએ અચૂક મતદાનના શપથ લીધા

સાબરકાંઠા
સાબરકાંઠા

હિંમતનગરના કેનાલ ફ્રન્ટ પર યોગ શિબિરમાં વિવિધ રીતે શણગાર કરીને મતદાન એ ફરજ છે મતદાન કરવું જરૂરી હોવાને લઈને મતદાન જાગૃતિ અભિયાન યોજાયું હતું. જેમાં યોગશિબિરમાં ઉપસ્થિત સૌએ અચૂક મતદાનના શપથ લીધા હતા.

હિંમતનગરના કેનાલ ફ્રન્ટ પર સાબરકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ના માર્ગદર્શન હેઠળ અને નોડલ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની ઉપસ્થિતિમાં હિંમતનગર રિવરફ્રન્ટ ખાતે યોગ અભ્યાસ કર્યો. યોગ શરીર અને મન બંનેને દુરસ્ત રાખ છે. શરીર નિરોગી રહે તે હેતુસર નાગરિકો યોગ માટે એકત્ર થાય છે. તે સમયે જિલ્લા યોગ ટીમ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રિવરફ્રન્ટ ખાતે ઉપસ્થિત રહી લોકશાહીની તંદુરસ્તી માટે તમામ નાગરિકોને આગામી લોકસભા સામાન્ય ચૂંટણી 2024 મતદાન 7 MAYના રોજ પરિવાર સાથે અચૂક મતદાન કરવા શપથ લેવડાવવામાં આવ્યા હતા.મતદાર જાગૃતિ માટેની સ્વીપ એક્ટિવિટી કરવામાં આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.