યુવકની લાશ મળી પોલીસને જાણ થતા ઘટના સ્થળે આવીને આગળની કાર્યવાહી હાથ ધરી

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના નેત્રામલીથી નાના કોટડા જવાના માર્ગ પરથી નેત્રામલી ગામના યુવકની લાશ મળી હતી. ઇડર પોલીસને જાણ થતા પોલીસે ઘટના સ્થળે આવીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઇડરના નેત્રામલીથી નાના કોટડા તરફ જવાના માર્ગ પાર સોમવારે સવારે એક અજાણ્યા યુવાનની લાશ પડી હોવાના સમાચાર મળતા આજુબાજુના લોકો ટોળે વળ્યા હતા. ત્યારબાદ ગ્રામજનો દ્વારા ઇડર પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે ઘટના સ્થળે આવી તપાસ હાથ ધરી હતી. યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ઇડર સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે ઇડર DYSP સ્મિત ગોહિલે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે, નેત્રામલી ગામના અજય પરમાર જે સોલાર પેનલ લગાવવાની કામગીરી કરે છે. જે ગઈકાલે સાંજે ઘરેથી નીકળ્યા બાદ પરત આવ્યો ન હતો અને આજે સવારે તેનો મૃતદેહ નાના કોટડા રોડ પરથી મળી આવ્યો છે. જેને બાહ્ય કોઈ ઈજા જણાઈ નથી. તો મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ બાદ સાચું કારણ જાણવા મળશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.