હિંમતનગરમાં લોકસભાની ચૂંટણીમાં 5 લાખ મતોના લક્ષ્યાંક માટે કામગીરીમાં લાગી જવા કાર્યકતાઓને આહવાહન કરાયું

સાબરકાંઠા
સાબરકાંઠા

દિવાળી પૂર્ણ થયા બાદ હિંમતનગરમાં આજે નવા વર્ષ નિમિત્તે હિંમતનગર તાલુકા ભાજપનું સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. જેમાં લોકસભાની ચૂંટણીમાં 5 લાખ મતોના લક્ષ્યાંક માટે કામગીરીમાં લાગી જવા કાર્યકર્તાઓને આહવાહન કરવામાં આવ્યું હતું અને આવતીકાલથી શરુ થતી વિકસિત ભારત સંકલ્પ યાત્રાને લઈને કાર્યકર્તા જોડાઈને રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાથી સૌને અવગત કરાવીને લાભ અપાવે અને ઘર ઘર સુધી યોજનોઓની માહિતી પહોચાડવા સૂચન પણ કર્યું હતું.નવા વર્ષ નિમિત્તે હિંમતનગરના સહકારી જીનમાં બુધવારે હિંમતનગર વિધાનસભાનું ભાજપનું સ્નેહમિલન સમારોહ સાબરકાંઠા જિલ્લા ભાજપના પ્રમુખ કનુભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં હિંમતનગર તાલુકા ભાજપના ધારાસભ્ય વી.ડી.ઝાલા, સાબરકાંઠા પ્રભારી ગજેન્દ્રભાઈ સક્સેના, શામળાજી મંદિર અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટી સિદ્ધાર્થભાઈ પટેલ, હિંમતનગર નાગરિક સહકારી બેંકના ચેરમેન હિરેન ગોર સાથે ગ્રામ્ય અને શહેરી વિસ્તારના સંગઠનના હોદ્દેદારો, તાલુકા, જિલ્લા અને નગરપાલિકાના પ્રમુખ, મહિલા મોરચા સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.


હિંમતનગર વિધાનસભાના સ્નેહમિલન સમારોહનો પ્રારંભ દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો. જેમાં મંચસ્થ હોદ્દેદારોએ સૌને નવા વર્ષના અભિનંદન આપી લોકસભાની ચૂંટણીને લઈને તૈયારીઓમાં લાગી જવાની વાત મૂકી હતી. 5 લાખ મતે લોકસભા વિજયી થવાના લક્ષ માંટે બુથ પ્રમુખ, પેજ સમિતિ પ્રમુખ સહીત કાર્યકર્તાઓને કામે લાગી જવા માટે અહવાહન કરવામાં આવ્યું હતું. ભાજપના વડીલોએ સૌને શુભાશિષ આપી હતી. કેટલાક હોદ્દેદારોએ સ્નેહમિલન સમારોહને વિજય સંકલ્પ સમારોહ ગણાવ્યો હતો. જય જય શ્રી રામથી સંબોધન કરતા રામ મંદિરની વાત કરીને પૂર્વ કાર્યક્રતોને યાદ કર્યા હતા. આ વર્ષે 22 જાન્યુઆરીએ સૌએ ઘરે ઘરે દીપ જલાવીને દિવાળીની ઉજવણી કરવાની વાત કરી હતી. તો સંઘના 100 વર્ષ પૂર્ણ થવાને લઈને હિંમતનગર યોજાનાર પથ સંચલન સહિત સંમેલનની વિશેષ માહિતી આપવામાં આવી હતી.આ સ્નેહમિલન સમારોહમાં સંબોધન કરતા હિંમતનગરના ધારાસભ્ય વી.ડી.ઝાલાએ કહ્યું હતું કે, સામે લોકસભા આવે છે. ત્યારે રાજસ્થાનમાં પણ ભાજપ સરકાર આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સંસ્કૃતિને ઉજાગર કરતો ભાજપ પક્ષ છે તો આવતીકાલથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા શરુ થવાની છે. જે હિંમતનગર તાલુકાના 50 ગામોમાં ફરશે જે રોજ બે ગામોમાં યાત્રાએ જશે. આવતીકાલે પ્રથમ ગામ દેધરોટા બાદ દેરોલ ગામે જશે. 2024ની લોકસભા આવી રહી છે કોઈએ થાકવાનું નથી અને કામે લાગી જવાનું છે. હુડાને લઈને રાજ્યના મુખ્યમંત્રીનો આભાર માનીને કહ્યું હતું કે અગામી દિવસમાં હુડાને લઈને હિંમતનગર રાજ્યમાં 11માં નંબરનું શહેર બનશે. હિંમતનગર નગરપાલિકામાં આજુબાજુનો વિસ્તારનો ઉમેરો કરવાનો છે. તેની પ્રક્રિયા પણ અંતિમ તબક્કામાં છે. જેને લઈને અગામી દિવસમાં હિંમતનગર નગરપાલિકાનો એ-1 ગ્રેડમાં સમાવેશ પણ થશે.આ સ્નેહમિલન સમારોહમાં હિંમતનગર તાલુકાના અડપોદરા ગામના પૂર્વ હિંમતનગર તાલુકાના પ્રમુખ રામાભાઈ રેવાભાઈ પટેલનું ગઈકાલે માંદગી બાદ અવસાન થયું હતું. ઉપરાંત વર્ષ દરમિયાન અવસાન થયેલા સ્નેહીજનો સહિતને સૌએ બે મિનિટનું મૌન પાડીને શ્રદ્ધાંજલિ આપી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.