હિંમતનગરના બસ સ્ટેશન પાસેથી ધાડના ગુનામાં 6 મહિનાથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના બસ સ્ટેન્ડ નજીકથી બી-ડિવિઝન પોલીસે રાજસ્થાનમાં ધાડના ગુનામાં 6 મહિનાથી નાસતા ફરતા આરોપીને ઝડપી લઈને પોલીસને સોંપ્યો હતો.

આ અંગે હિંમતનગર બિ-ડિવિઝન પોલીસ સ્ટેશનના PIએસ.જે.પંડ્યાએ ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે, હિંમતનગર બી-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન મળેલી બાતમીના આધારે રાજસ્થાનના કલ્યાણપુર પોલીસ સ્ટેશના વિસ્તારમાં ધાડના ગુનામાં છેલ્લા 6 મહિનાથી નાસતા ફરતા આરોપી પ્રકાશ લાલજી કલાસવાને હિંમતનગર બસ સ્ટેન્ડ નજીકથી બુધવારે બી-ડિવિઝન પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી. જે બાદ આરોપીને રાજસ્થાનના કલ્યાણપુર પોલીસ સ્ટેશનને સોપવામાં આવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.