લોકસભા ચૂંટણીને લઈને બદલીઓનો દોર સાબરકાંઠા જિલ્લામાં ચાર અધિકારીની બદલી કરાઈ

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લામાં ચાર અધિકારીની બદલી કરાઈ: લોકસભા ચૂંટણીને લઈને બદલીઓનો દોર ચાલી રહ્યો છે ત્યારે ગતરાત્રિના સમયે રાજ્યમાં 25 ડેપ્યુટી કલેક્ટરની બદલીના હુકમો કરવામાં આવ્યા છે. જેમાં સાબરકાંઠા જિલ્લાના ચાર અધિકારીઓની બદલી કરવામાં આવી છે. સાબરકાંઠા જિલ્લાના DSO, સ્ટેમ્પ ડયુટી ઓફિસર, ખેડબ્રહ્મા પ્રાંત અધિકારી અને DY.DEO બદલાયા.

આ અંગેની વિગત એવી છે કે, સાબરકાંઠા જિલ્લામાં ડીસ્ટીક સપ્લાય ઓફિસર બલવંસિંહ રાજપૂતની બદલી કરીને સાબરકાંઠા સ્ટેમ્પ ડ્યુટીમાં મુકવામાં આવ્યા છે. સાબરકાંઠા સ્ટેમ્પ ડ્યુટી અધિકારી એન.ડી.પટેલની બદલી કરીને ખેડબ્રહ્મા પ્રાંત અધિકારી તરીકે મુકવામાં આવ્યા છે. ખેડબ્રહ્મા પ્રાંત ઓફિસર વી.એચ.પરમાર મહેસાણા જિલ્લામાં ખેરાલુ પ્રાંત અધિકારી તરીકે મુકવામાં આવ્યા. જ્યારે સાબરકાંઠા જિલ્લાના નાયબ જિલ્લા શિક્ષણાધિકારી અધિકારી જે.એન.પટેલની બદલી પાટણ જિલ્લાના સમી પ્રાંત ઓફિસર તરીકે મુકવામાં આવ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.