હિંમતનગર રેલવે સ્ટેશન પર દેશના વડાપ્રધાન સાથે સેલ્ફી લેવા સેલ્ફી પોઇન્ટ મુકવામાં આવ્યો

સાબરકાંઠા
સાબરકાંઠા

હિંમતનગરમાં રેલવે સ્ટેશન પર દેશના વડાપ્રધાન સાથે ફોટા પડાવવા માટેનો સેલ્ફી પોઇન્ટ આજે મુકવામાં આવ્યો છે. બીજી તરફ અસારવાથી હિંમતનગર સુધીના રેલવે લાઇન પર ઇલેક્ટ્રિફિકેશની કામગીરી ચાલી રહી છે. ત્યારે આ કામગીરીની ગુણવત્તાસભરની ચકાસણી માટે અધિકારીઓ પણ ક્યાંય જોવા મળતા નથી.હિંમતનગરના રેલવે સ્ટેશન પર દિવાળી પહેલા એક સેલ્ફી પોઇન્ટ મુકવામાં આવ્યો હતો. ત્યારે શુક્રવારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કટ આઉટ સાથેનો ન્યુ ઇન્ડિયા નામનો સેલ્ફી પોઇન્ટ મુકવામાં આવ્યો છે. જેમાં વડાપ્રધાનના સમયગાળામાં કોરોના સમયમાં રસી બનાવીને વિશ્વને આપી, યોગને પણ વિશ્વએ સ્વીકાર્યો ઉપરાંત ડિજિટલ પેમેન્ટ સુવિધા પણ શરૂ કરાઇ. આમ નવા ભારતની વિશેષતા સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કટઆઉટ સાથે સેલ્ફી પડાવે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જેને લઈને રેલવે વિભાગના અધિકારીઓએ પણ આ પોઇન્ટની મુલાકાત લીધી હતી અને રાત્રે પણ આ સેલ્ફી પોઇન્ટ સ્ટેશન પર આવતા મુસાફરો સેલ્ફી લેવા માટે આકર્ષે તેવી વ્યવસ્થા કરવાની તૈયારીમાં લાગી ગયા છે.


બીજી તરફ અસવારથી હિંમતનગર રેલવે લાઇન પર ઇલેક્ટ્રિફિકેશનું કામગીરી ચાલી રહી છે. કેટલીક જગ્યાએ ઇલેક્ટ્રિકપોલ ઉભા કરાયા છે. જેને RCC બાદ PCCની કામગીરી થાય છે, પરંતુ આ ચાલતી કામગીરી સ્થળે કોઈ અધિકારી પણ જોવા ન મળતા માત્ર મજૂરો પોતાની કામગીરી કરી રહ્યા છે. ત્યારે આ થઈ રહેલી કામગીરી ગુણવત્તા સભર છે કે નહીં તેને ચકાસવા કે દેખરેખ રાખવા કોઇ અધિકારીઓ જોવા નથી મળતા માત્ર આ કામગીરી રામ ભરોસે ચાલતી હોય તેવું લાગી રહ્યું છે. તેવું શુક્રવારે હિંમતનગર રેલવે સ્ટેશન પર ચાલતા કામમાં જોવા મળ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.