
તબેલામાંથી દોઢ વર્ષની રેલ્લીને બહાર ખેંચી લાવી મારણ કર્યું, પશુ પાલકે વન વિભાગને જાણ કરી
સાબરકાંઠા જિલ્લાના ઇડર, હિંમતનગર, વિજયનગર, પોશીના અને ખેડબ્રહ્માના ડુંગર વિસ્તારમાં અલગ અલગ સ્થળે દીપડા અને રીંછ સહીતના જંગલી પ્રાણીઓ જોવા મળે છે અને અનેક વિસ્તારમાં વસવાટ પણ છે, પરંતુ ક્યારેક ખોરાકની શોધમાં પ્રાણીઓ જંગલ વિસ્તારમાંથી ગામડાના રહેણાંક વિસ્તારમાં આવવાના બનાવો બને છે. ત્યારે ગુરુવારે રાત્રી દરમિયાન હિંમતનગરના ઘોરવાડામાં તાબેલમાંથી દોઢ વર્ષની રેલ્લીને બહાર ખેચી લઈને જઈને દીપડાએ મારણ કર્યું છે. જેને લઈને પશુ પાલકે વન વિભાગને જાણ કરી હતી.
આ અંગેની વિગત એવી છે કે ઘોરવાડા ગામની સીમમાં PHC નજીક અમરસિંહ ગુલાબસિંહ રહેવરનું ખેતર છે. જેમાં તબેલો બનાવેલો જેમાં 10 પશુઓ છે. ત્યારે ગુરુવારે રાત્રી દરમિયાન તબેલામાં બાંધેલી દોઢ વર્ષની રેલ્લી સવારે તબેલા બહાર મૃત પડેલી હતી અને તબેલાની દીવાલ તૂટેલી હતી. તો એક મહિના અગાઉ ગામ નજીક ડુંગર પર રાત્રે દીપડાઓ દેખાયો હતો અને ગ્રામજનો આખી રાત જાગરણ કર્યું હતું. તો એક મહિના બાદ દીપડાએ તબેલા પર રાત્રે આવી રેલ્લીનું મારણ કર્યું છે. જેને લઈને શુક્રવારે સવારે ખેડૂત અમરસિંહ તબેલા પર જતા ખબર પડી હતી. જેને લઈને ગામજનોને અને વન વિભાગને જાણ કરી છે.
આ અંગે ખેડૂત અમરસિંહ રહેવરે જણાવ્યું હતું કે, ગામની આસપાસ ડુંગર છે અને ડુંગરના જંગલ વિસ્તારમાં દીપડાઓ મારણ કરતો હોય છે. કેટલીક વખત ડુંગર પર બકરા ચરાવવાના સમયે બકરાનું પણ મારણ દીપડો કરતો જોવા મળ્યો છે. ત્યારે તબેલા પર આવી દીપડાએ અંદર બાંધેલી દોઢ વર્ષની રેલ્લીને બહાર ખેંચી અને મારણ કરેલું જોવા મળ્યું છે અને તબેલાની દીવાલ પણ તૂટી ગયેલી છે. આ અંગે વન વિભાગને જાણ કરી છે. તો વન વિભાગ દીપડાને પાંજરે પુરવા માંગ કરી છે.