સાબરકાંઠામાં નવા 6107 મતદારો નોંધાયા; કુલ 11,13,381 મતદારો થયા

સાબરકાંઠા
સાબરકાંઠા

લોકસભાની ચૂંટણીઓની તૈયારીઓ શરૂ થઇ રહી છે. ત્યારે ચૂંટણી પંચ દ્વારા આખરી મતદાર યાદી પ્રસિધ્ધ કરવામાં આવી છે. જેમાં સાબરકાંઠા જિલ્લામાં કુલ 11,13,381 મતદારોની નોંધણી કરવામાં આવી હતી. મતદારીના ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત નવા 6107 મતદારો નોંધાયા હોવાનું ચૂંટણી વિભાગના સુત્રોએ જણાવ્યું હતું.

આ અંગે ચૂંટણી પંચમાંથી મળતી માહિતી મુજબ ચૂંટણી પંચની સુચના મુજબ તા.01 એપ્રિલ 2023ની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત તા.05 એપ્રિલ 2023થી તા.23 એપ્રિલ 2023 સુધી સ્વીકારવામાં આવેલી. હક્ક દાવા વાંધા અરજીઓની તૈયાર થયેલી સંકલિત આખરી મતદારયાદીની પ્રસિધ્ધિ તા.15/05/2023ના રોજ ચૂંટણી પંચે નિયત કરેલા સ્થળોએ કરવામાં આવી હતી.

આ કાર્યક્રમ અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં સમાવિષ્ટ 27-હિંમતનગર વિધાનસભા મત વિસ્તારમાં 2,8,0403, 28-ઇડર વિધાનસભા મત વિસ્તારમાં 2,88,440, 29-ખેડબ્રહ્મા વિધાનસભા મત વિસ્તારમાં 2,84,819 અને 33-પ્રાંતિજ વિધાનસભા મત વિસ્તારમાં 2,59,719 મળી કુલ 11,13,381 નોંધાયેલા છે. (જેમાં નવીન 6107 મતદારો નોંધાયેલ છે.) આ મતદારયાદીના ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ દરમિયાન સાબરકાંઠા જિલ્લામાં 18-19 વર્ષની વય જૂથના 3634 મતદારો નોંધાયેલા છે.

જેથી નવીન પ્રસિધ્ધિ થયેલા મતદારયાદી મુજબ સાબરકાંઠા જિલ્લામાં 5,69,622 પુરૂષ મતદારો, 5,42,737 સ્ત્રી મતદારો અને 32 ત્રીજી જાતિના મતદારો મળીને કુલ 11,13,381 મતદારો મતદાર યાદીમાં નોંધાયેલા છે. તેમજ નવીન ઈ.પી.રેશીયો 64.95 ટકા, નવીન જેન્ડર રેશીયો 955 થયેલો છે. નવીન પ્રસિઘ્ધિ થયેલ મતદારયાદી ચૂંટણી પંચે નિયત કરેલા સ્થળોએ જાહેર જનતા માટે ખુલ્લી મુકવામાં આવી છે. નવીન પ્રસિધ્ધ થયેલી મતદારયાદી https://ceo.gujarat.gov.in વેબ સાઈટ પર પણ જોઈ શકાશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.