![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/05/સાબરકાંઠા-જિલ્લામાં-સતત-ચોથા-હેડ.jpg)
સાબરકાંઠા જિલ્લામાં સતત ચોથા દિવસે ગરમી 43 ડીગ્રીએ : રક્ષણ માટે ઝાડ પર પાણીનો છંટકાવ
સાબરકાંઠા જિલ્લામાં સતત ચોથા દિવસે ગરમી 43 ડીગ્રીએ પહોંચી જેને લઈને રોડ રસ્તા સુમસામ બન્યા છે. તો હિંમતનગરમાં ફાયર વિભાગે ગરમીથી રક્ષણ માટે ઝાડ પર પાણીનો છંટકાવ કર્યો હતો.
આ અંગેની વિગત એવી છે કે, હીટવેવની આગાહી વચ્ચે સાબરકાંઠા જિલ્લામાં બુધવારે 43 ડીગ્રી તાપમાન નોંધાયું હતું. જિલ્લામાં આઠમાંથી એક વિજયનગર તાલુકામાં 42 ડીગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે બાકીના તાલુકામાં 43 ડીગ્રી તાપમાન નોંધાયું હતું.
હિંમતનગરમાં બપોર બાદ તાપમાનનો પારો ઉંચે જતા રોડ સુમસામ જોવા મળ્યા હતા. તો સતત ચોથા દિવસે હિંમતનગરમાં 43 ડીગ્રી તાપમાન નોંધાયું હતું. જેને લઈને શહેરના વિવિધ માર્ગો સુમસામ જોવા મળ્યા હતા. બીજી તરફ ગરમીને લઈને ટાવર ચોકમાં આવેલ બગીચા વિસ્તારમાં ઝાડ પર બેઠેલા પક્ષીઓને ઝાડ પરથી ઉડતા હતા. જેમને ગરમીથી બચાવવા ઝાડ પર પાણીનો છંટકાવ કર્યો હતો.
સાબરકાંઠા જિલ્લામાં ક્યાં તાલુકામાં કેટલું તાપમાન ?
હિંમતનગર 43 ડીગ્રી
ઇડર 43 ડીગ્રી
પ્રાંતિજ 43 ડીગ્રી
વડાલી 43 ડીગ્રી
ખેડબ્રહ્મા 43 ડીગ્રી
પોશીના 43 ડીગ્રી
વિજયનગર 42 ડીગ્રી
તલોદ 43 ડીગ્રી